Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
*
*
* *
* *
*
www w
w
ww
*
** * * * *
*
વેલવૃદ્ધિને અટકાવનારા નાગકુમાર દેવો.
૩૭૩ વિસ્તરાર્થ:-ગાથામાં કહેલે સેસ શબ્દ શબ્દની સાથે સંબંધવાળે છે, પરંતુ ઇદ આદિ શબ્દની સાથે નહિ, તેથી પૂર્વે બીજી ગાથામાં ૧૨ વર્ષની લંબાઈ અર્થપત્તિથી કહી છે, ૮ ગજદંતની લંબાઈ આઠમી ગાથામાં કહેવાઈ, ૨ ભરતૈરાવતતારાની લંબાઈ બીજી ગાથામાં અર્થપત્તિથી જાણવી, અને ૩૨ વિજયવૈતાલ્યોની લંબાઈ તેરમી ગાથામાં વિજયેની પહોળાઈ જેટલી અર્થપત્તિથી જાણવી, જેથી એ સિવાયના શેષ ૩ર વક્ષસ્કારપર્વતોજ રહ્યા તે ૩૨ વક્ષસ્કારોની, ર્ શબ્દથી ૨૪ અન્તનદીઓની તથા ૬૪ વિજયેની અને ૮ વનમુખોની લંબાઈ ક્ષેત્રના અનુસાર એટલે મહાવિદેહક્ષેત્રની પહોળાઈને અનુસારે જૂદી જૂદી જાણવી, પરંતુ અમુક જન કહી શકાય નહિં, કારણ કે મહાવિદેહને વિસ્તાર પ્રારંભથી પર્યસુધી અધિક અધિક વધતે હેવાથી અનિયત છે, જેથી જે સ્થાને જે વક્ષસ્કાર અથવા અન્તર્નદી અથવા વિજય છે તે સ્થાને મહાવિદેહને જેટલા વિસ્તાર હોય તેમાંથી ૧૦૦૦ જન સીતા અથવા સોદાનદીનો વિસ્તાર બાદ કરીને જે અંક આવે તેનું અર્ધ કરીએ તેટલી લંબઈ તે સ્થાને રહેલા વક્ષસ્કાર વિગેરેની હોય, અને એ પ્રમાણે પૂર્વધાતકીના મહાવિદેહમાં વક્ષસ્કારની લંબાઈ જૂદી જૂદી આઠ પ્રકારની આવે, બાર અન્તનદીઓની લંબાઈ છ પ્રકારની જૂદી જૂદી આવે અને વિજયેની જૂદી જૂદી સોળ પ્રકારની લંબાઈ આવે, એ રીતે ભિન્ન ભિન્ની લંબાઈ હોવાથી ગ્રંથકત્તાએ કઈ અંક ન કહેતાં “ વિરાજુમાવો શેત્રને અનુસારે ” એટલું જ કહ્યું છે તે યથાર્થ છે. મહાવિદેહના ત્રણ પ્રકારના વિસ્તાર આગળ ૧૧-૧૨ મી ગાથાના વિસ્તરાર્થ પ્રસંગે ૪ર૩૩૩૪-૮૦૫૧૪-૧૧૮૭૦૫૪ લગભગ છે તે કહેવાશે. તથા વક્ષસ્કારાદિવ૮ ૪ વનમુખની લંબાઈ પણ બે પ્રકારની આવે. વળી એજ પદ્ધતિએ પશ્ચિમધાતકીખંડના મહાવિદેહમાં પણ પૂર્વધાતકીવતું વક્ષસ્કાદિની અનિયતલંબાઈએ આઠ પ્રકારે ઈત્યાદિ તુલ્ય લંબાઈઓ જાણવી. | તિ મવિલે વક્ષારાણીનાં ટીવમ
તથા ધાતકીખંડના ૭-૭ મહાક્ષેત્રોની લંબાઈ ધાતકીખંડની પહોળાઈમાં સંપૂર્ણ આવવાથી ૪૦૦૦૦૦ (ચારલાખ) જન છે. અને એ ૧૪ મહાક્ષેત્રોને તેમજ ૩ર-૩ર વિજયેને વિસ્તાર તો હવેની ૧૦ મી ગાથામાં કહેલી રીતિ પ્રમાણે ક્ષેત્રાંક અને પ્રવાંકના ગુણાકારથી પ્રાપ્ત થાય છે, અને તે અંકગણિત પૂર્વક ૧૧-૧૨ મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાશે. તેપણ અહિં સ્થાન ખાલી
૧ જ એ વક્ષસ્કાદિકની લંબાઈ નિયત અંકથી જાણવી જ હોય તે તે વક્ષસ્કારાદિની પહોળાઇના મધ્યભાગ સુધીના ( જ બુદ્દીપ સહિત સ્વામી બાજુ સુધીના ) વ્યાસની પરિધિ ગણીને ૯મી ગાથા પ્રમાણે ગણિત કરી: ૧૦૦૦ બાદ કરી તેનું અર્ધ કરવું, જેથી. કેવળ મધ્યભાગની પણ નિર્ણત લંબાઈ પ્રાપ્ત થશે.