Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
મહાનદીઓનું વર્ણન.
૯૫
વિસ્તરાર્થ:———હવે એ ચાર બાહ્યનદીએ કુંડમાં પડ્યા બાદ કયાંથી નિકળી કયાં જાય છે? તે સ્વરૂપ આ ગાથાએમાં કહેવાય છે
૫ કુંડમાંથી નિકળી સમુદ્રમાં જતી ગ ંગા વિગેરે ૪ નદી
ભરતક્ષેત્રની ગંગાનદી તથા સિંધૂનદી પદ્મદ્રહમાંથી નિકળી પર્વત ઉપર વહી જિવ્હિકામાં થઈને નીચે કુંડમાં પડીને ત્યારબાદ કુંડમાંથી બાહ્યતેારણે એટલે દક્ષિણદ્ધિશિના તારણે થઈને બહાર નિકળી કંઈક યેાજન સુધી ઉત્તરભરતાધ ખંડમાં વહીને અને ત્યાં સુધીમાં ઉત્તરભરતાની સાત સાત હજાર નાની નદી માર્ગમાં મળતી જાય છે, તે બધી નદીઓને ભેગી લઈને ( એટલે તે નદીઓના જળથી પેાતાના પ્રવાહમાં વધારા કરીને અધિક અધિક વિસ્તારવાળી થઈને ) વચ્ચે આવતા દીર્ધદ્વૈતાઢ્યપર્વતને ભેદીને ( એટલે વૈતાઢ્યની નીચેથી નિકળીને ) ત્યારબદ દક્ષિણભરતા માં પણ કંઈક ચેાજન સુધી વહીને તેમજ દક્ષિણભરતા ની પણ સાત સાત હજાર નદીએ માર્ગમાં મળે છે તે સર્વને પણ ભેગી લઇને સમુદ્ર પાસે રહેલી જગતીને ભેદીને ( એટલે જગતીની નીચે થઇને ) ૧૪૦૦૦ નદીએના જળ સહિત દક્ષિણ સમુદ્રને મળે છે, ત્યાં ગંગાનદીને પ્રવાહ પૂર્વ દિશામાં છે, અને સિંધૂના પ્રવાહ પશ્ચિમદિશામાં છે
એ વિશેષ.
એ પ્રમાણે એરાવતક્ષેત્રની રક્તાનદીના પ્રવાહ અને રક્તાવતીનદી પણ પુંડરીકદ્રહમાંથી નિકળી સમુદ્રને મળે છે, તફાવત એજ કેરતાનદીના પ્રવાહ પૂર્વ દિશામાં અને રક્તવતીનદીના પ્રવાહ પશ્ચિમદિશામાં વહે છે તથા કુંડમાંથી ઉત્તરદ્વારે નિકળા છે, અને ઉત્તરસમુદ્રને મળે છે, તથા કુડમાંથી નિકળી પ્રથમ દક્ષિણ ઐરાવતામાં વહે છે ત્યારબાદ વૈતાઢ્યભેદીને ઉત્તર એરાવતા માં વહે છે. આ તફાવત કેવળ ક્ષેત્રદેિશાની અપેક્ષાએ ગણાય, અને જો સૂર્યદિશા ગણીએ તે દિશા સબંધી કાઈ તફાવત નહિં.
તથા કુંડમાંથી બાહ્યદ્વારે નિકળી ત્યાં સુધીના પ્રવાહ (દ્રહમાંથી પ્રારંભીને કુંડમાંથી નિકળે છે ત્યાંસુધી ) ૬ા યાજનજ હેાય છે, ત્યારબાદ ક્ષેત્રમાં વહેતી વખતેજ નદીઓના પ્રવાહ ( અન્ય નદીઓના જળથી ) વધતા જાય છે.
વળી વતાઠ્યને તથા જગતીને પણ ભેદતી વખતે નદીએના પ્રવાહ અન્યવસ્થિત રીતે વહે છે એમ નહિં, પરન્તુ અખંડ પ્રવાહે વહે છે, કારણકે પર્વતમાં અને જગતીમાં પ્રથમથી જ પ્રવાહ જેટલી જગ્યા અખંડ નીકળેલી છે, જેથી