Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૩૧૪
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, થાઈ—નીચે અને ઉપર દશહજાર જન પહોળી, અને મૂળમાંથી સત્તરહજાર જન ઉચી એવી જળશિખા લવણસમુદ્રમાં છે, તે શિખા પુનઃ ૧૭૦૦૦
જનના ઉપરભાગે [ એક અહોરાત્રમાં ] બે વાર બે ગાઉ ઉંચી વધે છે. [ઉછળે છે.] . ૩ મે ૧૯૭
છે લવણસમુદ્રની ૧૬૦૦૦ એજન ઉંચી શિખા છે વિરતાર્થ:–૧૫ મી ગાથામાં કહ્યા પ્રમાણે બે બાજુના ગોતીર્થની વચ્ચે જે ૧૦૦૦૦ જન સુધી એક સરખું ૧૦૦૦ એજન ઉંડું જળ છે, તે જળની ઉપલી સપાટીથી ૧૬૦૦૦ એજન ઉંચું ચારે તરફ વલયાકારે ભીત્તિ સરખું જળ છે, તે શિવ ( લવણસમુદ્રરૂપ પુરૂષની ઉભી ચોટલી સરખું ) કહેવાય છે. એ શિખાજળ તે જંબુદ્વીપની આસપાસ સર્વબાજુએ ૯૫૦૦૦ એજન દૂર રહેલે અને ૧૬૦૦૦ એજન ઉંચો જળનો કોટ-ગઢ-કિલ્લો બાંધેલો હોય તેવું છે. વળી નીચેની ઉંડાઈ ૧૦૦૦ એજન ગણીએ તો એ શિખા ( જળને કોટ ) સમુદ્રના તળીયાથી ૧૭૦૦૦ એજન ઉંચી ગણાય, અને મૂળમાં (ભૂમિતળે) ૧૦૦૦૦ એજન પહોળી છે, તેવી જ સેળ હજાર ઉંચાઈની ઉપર પણ તેટલી જ ૧૦ હજાર જન પહોળી છે.
તથા ૧૬૦૦૦ ની ઉંચાઈ ઉપર એટલે શિખાની ઉપરનું જળ દરરોજ બે વખત બે ગાઉ ઉંચું ચઢે છે, અને પુનઃ નીચે ઉતરી જાય છે. જેથી એ ચઢેલી જળવખતે સમુદ્રના ભૂમિતળથી જળની ઉંચાઇ ૧૭૦૦૦ એજન ઉપરાન્ત ૨ ગાઉ અધિક હોય છે. એ ઉર્ધ્વ જળવેલ પણ ૧૦૦૦૦ એજન જેટલા વિસ્તારમાં ચઢે છે, પુન: એ શિખાજળ જેમ ઉંચું ચઢવાના સ્વભાવવાળું છે તેમ ભીતિભાગમાંથી બન્ને બાજુ બે હીપતરફ પણ વધવાના-ફેલાવાના સ્વભાવવાળું છે, પરંતુ નાગકુમારનિકાયન દે ત્રણે બાજુ વધતીવલને અટકાવવામાં સદાકાળ નિયુક્ત જોડાયેલા છે, તેથી ત્રણ બાજુની વલ વધુ ફેલાતી નથી તે વાત આગળ ગાથામાંજ કહેવાશે. એ ૩ મે ૧૯૭ છે
શિખાનું જળ બે ગાઉ જેટલું ઉચુ ઉછળવાનું કારણ બુમિતળમાં રહેલા મેટા નાના પાતાળકળશના વાયુ છે, તે સંબંધ આગળ ૮-૮ મી ગાથામાં કહેવાશે. તથા આ વલને શે. લોકપ્રકાશમાં સંપૂર્ણ બે ગાઉ નહિં પરંતુ કંઇક યૂન બે ગાઉ ઉંચી કહી છે.
૧ તથા શિખાનું જળ ત્રણે બાજુ અધિક નહિં ફલાવાનું કારણ બને દ્વીપમાં રહેલા બીસંધ અરિહંતભગવંત અને ચક્રવતિ આદિ મહાપુયશાળી જીવાને પુણ્યપ્રભાવ છે, અથવા જગતસ્વભાવે પણ શિખાજળ અધિક વધતું નથી, એમ બે કારણે શાસ્ત્રમાં અધિક કહ્યાં છે, . ઉપરાન્ત વાયુ વિપર્યાનું પણ ત્રીજું કારણ કર્યું છે, જેથી સર્વભળી ચાર કારણોથી શિખા જળ અધિક ફેલાતું નથી.