Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
મહત્તરિ વિગેરે દેવી તથા તેનું સ્વરૂપ. વિસ્તર–મહત્તરિકા એટલે દેવીની વડેરી દેવીઓ વૃદ્ધાએ સરખી જાણવી. જે દ્રદેવીઓને પણ પૂજ્ય દેવીઓ છે, તેવી ફક્ત ચાર દેવીઓ છે તેનાં ચાર કમળ દેવીના મુખ્ય કમળથી પૂર્વ દિશામાં છે. તથા મહિષનું (પાડાનું), અશ્વનું, હસ્તિનું, રથનું, સુભટનું, ગંધર્વનું અને નટનું સન્ય, એમ સાત પ્રકારનાં સૈન્ય દરેક દેવીને છે, તે સાત સૈન્યના સાત અધિપતિ તે સાત સેનાપતિનાં સાત કમળ પશ્ચિમ દિશામાં છે.
તથા દ્રહદેવીની સરખી ત્રાદ્ધિવાળા મહર્થિક દેવે ચાર હજાર છે, કે જેઓ દ્રદેવીના કારભારમાં પણ કંઈક ભાગ લેનારા હોય છે, કહદેવીના ચવી ગયા પછી જ્યાં સુધી બીજી દેવી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી રાજવહિવટ એમાંના મુખ્ય ચાર પાંચ દે મળીને ચલાવે છે, એવા તાજ વિનાના રાજા સરખા એ સામાનિક દેવોનાં ચાર હજાર કમળ વાયવ્ય ઉત્તર અને ઈશાન એ ત્રણ દિશામાં અનેક પંક્તિથી ગોઠવાયાં છે.
તથા આ દ્રહદેવીઓને દરેકને ત્રણ ત્રણ સભાઓ છે, સભાનાં નામ સ્પષ્ટ જેવામાં આવ્યાં નથી, પરંતુ સમિતા ચંડ અને જાતા નામની સભાઓ સંભવે છે. પહેલી અભ્યન્તરસભા બીજી મધ્યસભા અને ત્રીજી બાદ્યસભા ગણાય છે, અભ્યત્તેરસભાના દેવ ઘણું માન ભાવાળા હોવાથી દેવી લાવે ત્યારે જ દેવી પાસે જનારા હોય છે, મધ્યસભાના દે બોલાવે અથવા ન બેલાવે તે પણ જરૂર પડયે દેવી પાસે જાય છે, અને બાહ્યસભાના દે દેવીના બોલાવવાની અપેક્ષા રાખતા નથી, પરંતુ વિના બોલાવ્યું કામ હોય કે ન હોય તોપણ આવજા કરનારા હોય છે. તથા અમુક કાર્ય કરવા માટે પ્રથમ અભ્યત્ર સભા સાથે મંત્રણા ચાલે છે, અને નિર્ણય પણ અભ્યન્તરસભા દ્વારાજ થાય છે, કાર્યનો નિર્ણય વિચાર્યા બાદ મધ્યસભાને તે નિર્ણય સંભળાવવામાં આવે છે, અને મધ્યસભા તે કાર્ય કરવા માટે બાહ્યસભાને સેપે છે. એવી તે બાહ્યસભા તે નિણત થયેલા કાર્યને કરવાવાલી હોય છે, પરન્તુ ગુણદેષની ઉદ્ભાવના કરવાનું તેઓને છેજ નહિ. એ પ્રકારની ત્રણ સભાઓમાં અનુક્રમે ૮ હજાર ૧૦ હજાર ને ૧૨ હજાર દે છે, તેનાં ૮૦૦૦-૧૦૦૦૦૧૨૦૦૦ કમળ અગ્નિકોણ દક્ષિણ અને મૈત્રત્યકેણ એ ત્રણ દિશામાં ઘણી પંક્તિથી ગોઠવાયેલાં છે. એ પ્રમાણે આઠે દિશામાં મળીને ૩૪૦૧૧ કમળે વિષમ વલયાકારે ગોઠવાયાં છે. દતિ ક્રિતીર વય / ૪૩ //
T:હવે આ ગાથામાં મૂળ મળને ફરતું ત્રિી વય કહે છે–