Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
જબુદ્ધીપમાં રહેલા વર્ષધર પર્વત તથા ક્ષેત્રનું સ્વરૂપ. ૪૧ પણ રહેતો હોય તો રાજધાની કહેવાય છે, તેવી તે નગરીઓ પણ અનેક પ્રાસાદવાળી અને કોડે ગમે તે દેવ દેવીઓના નિવાસવાળી છે, અને તે મહાનગરીને અધિપતિ પણ તે નગરીમાં જ સર્વમધ્યભાગે રહે છે, તેનું ત્યાં અધિપતિપણું છે, અને અહિં પણ અધિપતિપણું છે. ત્યાં આખી નગરીને માલિક છે ત્યારે અહિં કોઈ આખા દ્વીપને તે કઈ એક પર્વતાદિનોજ માલિક છે, એ પ્રમાણે શેષ અધિકારી દેવ દેવીઓ માટે પણ જાણવું.
પુનઃ એ નગરીઓ પણ અહિંની દિશાને અનુસરે છે, જેમ-જંબુદ્વીપનો અનાદતદેવ મેરૂપર્વતની ઉત્તર દિશામાં છે, તો તેની નગરી પણ તે બીજા જંબુદ્વીપમાં ઉત્તરદિશાએજ છે, ભારતદેવની ભારત રાજધાની દક્ષિણ દિશામાં છે ઈત્યાદિ રીતે આઠે દિશાઓમાં યથાસંભવ રાજધાનીઓ છે.
એ પ્રમાણે લવણ સમુદ્રના સર્વ અધિકારી દેવાની રાજધાનીઓ અહિંથી અસંખ્યાત દ્વીપસમુદ્ર વીત્યાબાદ જે બીજે લવણ સમુદ્ર આવે ત્યાં પોતપોતાની દિશામાં છે, ઇત્યાદિ રીતે ધાતકીખંડ વિગેરેના અધિપતિ દેવા માટે પણ જાણવું. ર૦ છે
અવતર:--પૂર્વ ગાથાઓમાં સામાન્યથી અસંખ્યાતા દ્વીપસમુદ્રોનું સ્વરૂપ કહીને હવે તે સર્વ માં પહેલે જંબુદ્વીપ છે તેનું સ્વરૂપ કહેવાનો પ્રસંગ છે, ત્યાં પ્રથમ એ જબૂદ્વીપ ૬ મહાન પર્વતો અને તે વડે જૂદાં પડેલાં સાત મહાક્ષેત્રોથી વહેંચાયેલ છે તે આ ગાળામાં સામાન્યથી કહે છે–
जंबूदीवो छहि कुलगिरिहिं सत्तहिं तहेव वासेहि। पुवावरदीहेहिं, परिछिन्नो ते इमे कमसो ॥ २१ ॥
શબ્દાર્થ – વહિં વવડે, ક્ષેત્રોવડે.
ત્રિો-વહેંચાયેલું છે, વિભાગવાળે છે, પુત્ર અવર–પૂર્વ પશ્ચિમ
તે-તે ક્ષેત્રો અને પર્વત વિદેઢિં-દીર્ઘ, લાંબા
–આ.
મો-અનુક્રમે સંસ્કૃત અનુવાદ, जंबूद्वीपः पद्भिःकुलगिरिभिः, सप्तभिस्तथैव वर्षेः। पूर्वापरदीर्धेः, परिछिमस्तान्यमूनि क्रमशः ॥२१॥