Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ઉત્કૃષ્ટ તથા જધન્યથી જંબુદ્વીપમાં તીર્થકરાદિની સંખ્યા. ૨૫૫ સહિત હોય જ, માટે જઘન્યકાળે મહાવિદેહક્ષેત્રમાંજ ચાર તીર્થકર સમકાળે વિચરતા હોય છે, વળી મહાવિદેહક્ષેત્ર કોઈપણ કાળે તીર્થકરઆદિરહિત *ન હોય તે અપેક્ષાએ જંબુદ્વીપમાં જઘન્યથી ૪ તીર્થકર તે અવશ્ય (મહાવિદેહમાંજ) વિચરતા હોય છે, વર્તમાનકાળમાં પણ મહાવિદેહમાં ૮-૯-૨૪૨૫ એ ચાર વિજયેમાં અનુક્રમે શ્રી સીમંધર-શ્રી યુગધર–શ્રીબાહુ-શ્રી સુબાહુ નામના ચાર તીર્થકર વિચરે છે.
તથા જમ્બુદ્વીપમાં જઘન્યથી ૪ વાસુદેવ બળદેવ, અને ૪ ચક્રવતી હોય છે, તેથી શેષ ૩૦ વિજયમાં ૩૦ વાસુદેવ બળદેવ અને ૩૦ ચક્રવતી ઉત્કૃષ્ટથી હોય છે, જે ચોત્રીસે વિજયમાં ૩૪ ચકવતી સમકાળે માનીએ તો જંબદ્વીપ તે કાળે વાસુદેવ બળદેવ રહિતજ હોય, અને જે ૩૪ વાસુદેવ બળદેવ માનીએ તો સર્વથા ચકવતી રહિત હોય, પરંતુ તેમ બનતું નથી, ચાર ચક્રવતી અથવા ચાર વાસુદેવબળદેવ તે હોવા જ જોઈએ. અર્થાત્ જ્યાં વાસુદેવ હોય ત્યાં ચકવતી ન હોય અને ચક્રવતી હોય તે વિજયમાં વાસુદેવ ન હોય તે કારણથી એ પ્રમાણે ચકવતી અને વાસુદેવની સંખ્યામાં વિપર્યય હોય છે. મે ૧૬૮
છે કંથૂપમાં સૂર્ય ચંદ્રનું વર્ણન છે અવતા:-હવે જંબદ્વીપમાં સૂર્યચંદ્રાદિ તિક્ષકની ગતિ કહેવાના પ્રસંગે પ્રથમ આ ગાથામાં જબુદ્વીપના સૂર્યચંદ્ર કેટલા? અને તેનું ગતિક્ષેત્ર કેટલું? તે કહેવાય છે – ससिद्ग रविदुगचारो,इहदीवे तेसि चारखित्तं तु । पणसय दसुत्तराई, इगसट्ठिभागा (हाया) य अडयाला ॥१६९॥
એક જ વિજયમાં અનેક અવસ્થાવાળા અનેક તીર્થક સદાકાળ છેવા જોઈએ, ઈત્યાદિ વિચારતાં અવિરહિત ” તથા “વિચરતાને અર્થ ઈપણ અવસ્થાવાળા જિનવરને સ૬ભાવ સમજવા વિશેષ સુગમ પડે છે, માટે આ બાબતમાં સત્ય તત્વ શ્રી બહુતગમ્ય છે. આ બાબતની વિશેષ સ્પષ્ટતા-ક્ષેત્રલેક પ્રકાશ પૃષ્ઠ ૨૮૩ માં શ્રીમાન સાગરાનન્દસૂરીશ્વરજીએ કરેલ ટિપ્પણીથી થાય છે.
૧ જેમ પૂર્વ શ્રી જિનેન્દ્રોની બાબતમાં વિરદિત પદને અર્થ કહ્યો તે રીતે અહિ ચક્રવર્તી તથા વાસુદેવની બાબતમાં પણ સમજાય છે કે-અહિં વાસુદેવ અને ચક્રી એટલે દિગ્વિજય કરેલાજ વાસુદેવ અને ચક્રવર્તીઓ માનીએ તો એક વાસુદેવ તથા એક ચક્રવર્તી પાછળ તેની જગ્યાઓ પૂરવાને અનેક વાસુદેવ તથા ચક્રવર્તીઓ ભિન્ન ભિન્ન અવસ્થામાં ઉત્પન્ન થયેલા હોવા જોઈએ, અને તેથી એકજ વિજ્યમાં અનેક વાસુદેવ બળદેવ તથા ચક્રવર્તીઓ સંમિશ્ર થવાનો સંભવ છે, માટે અહિં પણ રાજ્યક્ત ચક્રવર્તી વાસુદેવ ન ગણતાં કેઈપણ અવસ્થાવાળા વાસુદેવ ચક્રવત અવશ્ય હોવાનું માનીએ તે વિશેષ સુગમતાથી સમજી શકાય છે