Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૩૯૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. કખંડના ૧૨ ચંદ્રના ૧૨ *ી છે, તથા પશ્ચિમદિશામાં ધાતકીખંડની જગતીથી સમુદ્રમાં ૧૨૦૦૦ યેાજન દૂર જઈએ ત્યાં ધાતકીખંડના ૧૨ સૂર્યના ૧૨ સૂર્યદ્વીપ છે.
તથા કોલેદસમુદ્રની જગતીથી એટલે પૂર્વ દિશામાં પુષ્કરદ્વીપના અભ્યન્તર કિનારાથી ૧૨૦૦૦ એજન દૂર કોલેદસમુદ્રમાં આવીએ ત્યાં (પૂર્વ દિશામાં) કાલેદસમુદ્રના ૪૨ ચંદ્રના ૪૨ ચંદ્ર છે, અને કાલેદની પશ્ચિમદિશાએ પુષ્કરદ્વીપના અભ્યન્તરકિનારાથી કાલેદસમુદ્રમાં ૧૨૦૦૦ પેજન દૂર (પૂર્વતરફ) ખસતા આવીએ ત્યાં કાલદસમુદ્રના ૪ર સૂર્યના ૪૨ સૂર્યદ્વીપ છે.
એ પ્રમાણે કાલેદધિસમુદ્રમાં (૧૨૧૨૪ર૪૨+૨= ) ૧૧૦ દ્વીપ છે, તેમાં અધિપતિદેવના બે દ્વીપ ઉપર બે ભવન છે, અને શેષ ૧૦૮ દ્વીપ ઉપર ૧૦૮ પ્રાસાદ છે, ઈત્યાદિ સ્વરૂપ લવણસમુદ્રવત્ જાણવું. તથા આ ૧૧ દ્વીપના અધિપતિદેવમાં ધાતકીખંડના ૨૪ ચંદ્રસૂર્યની ૨૪ રાજધાનીઓ અસંખ્યદ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ બીજા ધાતકીખંડમાં છે, અને કાળોદધિના ૮૪ ચંદ્રસૂર્યની ૮૪ રાજધાનીએ તથા કાલ-મહાકાલની રાજધાની પણ એટલે જ દૂર બીજા કાલેદધિ સમુદ્રમાં છે, અને તે સર્વરાજધાનીઓ પિત પિતાની અહિની દિશિને અનુસાર તે તે દિશામાં વિજયરાજધાની સરખી છે.
એ પ્રમાણે હવેથી આવતા દરેક દ્વીપસમુદ્રના ચંદ્રસૂર્યના દ્વીપમાં એ જ વ્યવસ્થા છે કે-સમુદ્રના ચંદ્રસૂર્યદ્વીપ તેજ સમુદ્રમાં પર્યન્ત અને દ્વીપના (પશ્ચાતકીપના) ચંદ્રસૂર્યદ્વીપ અગ્રવતીંસમુદ્રમાં પ્રારંભે–પહેલા હાય.
તથા એ ૧૧૦ દ્વીપ જળથી બે ગાઉ ઉંચા દષ્ટિગોચર થાય છે અને ૧૦૦૦ એજન ઊંડા છે, જેથી ૧૦૦૦ જન ઉંચા છે તથા કાલેદધિસમુદ્રનું જળ લવણસમુદ્રવત ભૂમિના ઉતારવાળું તથા જળના ચઢાવવાળું નથી તેથી દરેક દ્વીપ સર્વબાજુથી બે બે ગાઉ ઉચા દેખાય છે. ૫ ૨ ૨૪૧
न इति चतुर्थः कालोदधिसमुद्राधिकारः M ત્રઃ અહિં શંકા થાય કે-ધાતખંડના ૧૨ ચંદ્ર ૧૨ સુર્ય સર્વમળીને છે, તેમાં ૬ ચંદ્રના અને ૬ સૂર્યના ૬-૬ (પ તે લવણસમુદ્રમાં કહ્યા છે તો આ કાલેદસમુદ્રમાં ધાતકીના શેષ ૬ ચંદ્ર ૬ સૂર્યના ૬-૬ ઠીપ હોવા જોઈએ તેને બદલે ૧૨ ચંદ્રદીપ ૧૨ સૂર્યદીપ કેવી રીતે? ઉત્તર–શ્રી છવાભિગમમાં લવણસમુદ્રના અધિકારમાં ધાતકીખંડના ચંદ્રસૂર્યનાદીપ લવણસમુદ્રમાં કહ્યા નથી, પરંતુ કાલદસમુદ્રમાં કહ્યા છે, પરંતુ પ્રકરણમાં લવણસમુદ્રને વિષે ધાતકીના ૬-૬ ચંદ્રસૂર્યદ્વીપ લવણસમુદ્રમાં કહ્યા છે અને કાલોદસમુદ્રમાં ૧૨-૧૨ ચંદ્રસૂર્યના દ્વીપ કહ્યા છે, માટે શ્રી જીવાભિગમ આદિમાં કહ્યા નથી અને ક્ષેત્રસમાસ પ્રકરણોમાં કહ્યા છે તેનું કારણ શ્રી બહુશ્રુત જાણે. વળી આગળ આગળના સર્વદીપના ચંદ્રસૂર્યના દ્વીપ પોતાના નામવાળા અગ્રસમુદ્રમાં જ કહ્યા છે. તે રીતે વિચારતાં ધાતખંડના અર્ધા ચંદ્રસુર્યદીપ પશ્ચાતસમુદ્રમાં હવા એ વિલક્ષણ છે, પરંતુ પ્રકરણમાં તેમને કહેલું હોવાથી તે પણ માનવા યોગ્ય જ ગણાય. આવી બાબતમાં આપણે કંઈ પણ વિસંવાદિવિચાર ન કરી શકીએ.