Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત વૃક્ષ એવાં પ્રકાશે છે કે જાણે દિવસ હોય એમ જણાય છે. જેથી રાત્રે પણ પ્રકાશસ્થાનમાં યુગલિકને ગમનાગમન વ્યવહાર સુગમતાથી થઈ શકે છે.
૧ કપ પલ્પ–દીપ એટલે દીવા સરખું તેજ આપવામાં અંગ-કારણ ભૂત એવાં વૃક્ષો તે હiા વૃક્ષ કહેવાય. આ વૃક્ષનાં ફળ આદિ સર્વોત્તમ દીવા સરખા તેજવાળાં છે, જેથી ઘરમાં દીવો પ્રકાશ કરે છે, તેમ તે દીપવૃક્ષે ત્યાંના અંધકાર સ્થાનમાં રાત્રે પ્રકાશે છે. [ જ્યાં તિરંગ ન હોય ત્યાં એ દીપાંગ વૃક્ષથી પણ પ્રકાશ થાય છે. ] જેથી યુગલિકક્ષેત્રોમાં કંઈ સ્થાને તિરંગથી સૂર્ય સરખો તીવ્ર પ્રકાશ હોય છે, અને કંઈ સ્થાને દીપાંગવૃક્ષથી દીપ સરખા પ્રકાશ પણ હોય છે.
૬ ત્રિા સ્પઝૂલ–ચિત્ર એટલે વિચિત્ર પ્રકારની પુષ્પમાળાઓ, તેની પ્રાપ્તિમાં અંગ એટલે કારણ રૂપ એવાં વૃક્ષે તે ચિત્રાંગ કલ્પવૃક્ષો. આ વૃક્ષનાં ફળાદિ તથા પ્રકારના સ્વભાવથી જ વિવિધ પ્રકારની પુષ્પમાળાઓ રૂપે પરિણામ પામેલાં હોય છે, માટે યુગલિકાને પુષ્પમાળા પહેરવામાં આ વૃક્ષે ઉપયોગી છે.
૭ ત્રિરસ વસં–ચકવતી આદિ મહાપુરૂષોના વખતે જેવા પ્રકારની રસવતીઓ ક્ષીર દૂધપાક શીખંડ બાસૂદી મોદક મીઠાઈઓ ભાત દાળ શાક આદિ પાકશાસ્ત્રની વિધિ પ્રમાણે બનતી હતી તેવા પ્રકારની સર્વ રસવતીઓ ભજનના સ્વાદવાળાં ફળાદિ આ વૃક્ષનાં હોવાથી ત્રિ-વિચિત્ર રમરસતીઓ ભેજનું પં–કારણ તેરિકામાં વસે એવું નામ છે. આ વૃક્ષના ફળાદિકથી યુગલિકેની સર્વ પ્રકારના આહારની ઈચ્છા તૃપ્ત થાય છે.
૮ મા જWઅહિં મણિરત્ન સુવર્ણાદિકના હાર અર્થહાર ઈત્યાદિ આભરણે તે માળ, તેનું કારણભૂત જે વૃક્ષો તે મા વૃક્ષ. અથવા મણિ એટલે મણિરત્ન વિગેરેનાં મા--આભરણ રૂપ અવયવો તે મર્યાગ. એ પણ અર્થ છે. આ વૃક્ષનાં ફળાદિ તથા પ્રકારના સ્વભાવથી જ મણિરત્ન સુવણદિકના હાર અર્ધહાર મુકુટકુંડલ નુપૂર કંકણ બહિરખાં ઈત્યાદિ આભરણ રૂપે
૧ અર્થાત કોઈ કલ્પવૃક્ષનું ફળપત્રાદિ ચક્રવર્તીની ખીરસરખા સ્વાદવાળું, કોઇનું ફળ પત્રાદિ શીખંડસરખા સ્વાદવાળું ઈત્યાદિ રીતે ચિત્રરસકપક્ષે પણ ભિન્ન ભિન્ન રસયુક્ત ફળાદિવાળાં છે. એ રીતે યથાસંભવ દશે પ્રકારમાં વિચારવું યુગલિકોને ખેતી નથી, લેખનવ્યવહાર નથી, શસ્ત્રવ્યવહાર નથી, વિવાહ પરણવું ઇત્યાદિ નથી, પરંતુ સગપણ છે. ફળને પકવવાનું પણ નથી, તેમ તે વખતે અગ્નિ પણ હેય નહિ.