Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
મહાનદીઓનું વર્ણન
૧૦૧ સીધી ઉત્તર સન્મુખ વહી, ૪જન દીધું અને ૨ જન જાડી પિતાની જિહિકામાં થઈને કંઈક અધિક ૪૦૦ એજન લાંબા ધોધથી નીચેના સદાપ્રપાત નામના કુંડમાં પડી, ત્યાંથી પુન: ઉત્તર તરણે બહાર નિકળી દેવકુરૂક્ષેત્રના તથા મધ્યવતી પાંચ કહાના બે બે વિભાગ કરતી દ્રહોમાં થઈને દેવકુરૂના પર્યન્ત ભાગે રહેલા મેરૂપર્વતથી બે યેાજન દૂર રહી પોતાના પ્રવાહને પશ્ચિમ તરફ વાળીને, તેમજ કુંડથી દેવકુરૂના પર્યન્ત ભાગ સુધીમાં દેવકુરૂક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓને પિોતાના પ્રવાહમાં ભેળવતી, તથા પશ્ચિમમહાવિદેહના બે વિભાગ [ દક્ષિણ વિભાગ અને ઉત્તર વિભાગ એમ બે વિભાગ ] કરતી, તથા ક્ષેત્રને અનુસાર અનુક્રમે નીચી થતી થતી પર્યન્ત રહેલા મહાવનની વચ્ચે થઈને જગતી નીચેની ૧૦૦૦ એજન જેટલી નીચી ભૂમિમાં થઈને પશ્ચિમસમુદ્રને પાંચસે લેજનના પહોળા પ્રવાહથી મળે છે. એને કહથી કંડ સુધી વિસ્તાર ૫. યોજન અને ઉંડાઈ ૧ જન છે, તથા સમુદ્રસંગમને સ્થાને ૫૦૦ એજનને વિસ્તાર અને ઉંડાઈ ૧૦ એજન છે, અહિં પશ્ચિમમહાવિદેહની ભૂમિ મેરૂ પર્વતના પર્યન્તથી સમુદ્ર સુધી અનુક્રમે નીચા નીચા પ્રદેશવાળી છે, જેથી સમુદ્ર સુધીમાં સાધિક ૧૦૦૦ એજન જેટલી નીચી ભૂમી છે, માટે નદી પણ તે પ્રમાણે અનુકમે નીચા નીચા જતા પ્રવાહવાળી છે. તથા પશ્ચિમ મહાવિદેહમાંની ૧૬ વિજયની ૩૨ નદીના દરેકના ૧૪૦૦૦ પરિવાર સહિત હોવાથી ૪૪૮૦૦૦ નદીઓ સહિત થાય છે, અને ૬ અન્તર્નદી મળે છે, જેથી કુંડથી સમુદ્રસંગમ સુધીમાં ૮૪૦૦૦ દેવકુરૂની અને ૪૪૮૦૩૮ પશ્ચિમમહાવિ૦ ની, એમ સર્વ મળી પ૩ર૦૧૮ (પાંચલાખ બત્રીસ હજાર આડત્રીસ) નદીઓના પરિવાર સહિત સીતાદા નદી પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરે છે. વાસ્તવિક રીતે તે મહાવિદેહની ૩ર મહાનદી અને ૬ અન્તર્નદી મળી ૩૮ મહાનદીઓ સીતેદાને મહાવિમાં મળે છે, પરંતુ ૩૨ મહાનદીઓનો પિતપતાને ચંદ ચૌદ હજારને પરિવાર તે પણ સીતદાન પરિ. વાર ગણતાં એ પૂર્વોક્ત પરિવાર ગણાય છે, એ સર્વ નદીઓનું જળ સતેદામાં ભેગું થવાની અપેક્ષાએ એટલા પરિવારની ગણત્રી પણ અવાસ્તવિક ન ગણાય.
સીતા મહાન–સર્વસ્વરૂપ સોદા નદી સરખું જાણવું, પરન્તુ વિશેષ એ કે- આ નદી નીલવતપર્વત ઉપરના કેસરીદ્રમાંથી દક્ષિણ તરણે નીકળી કુંડમાંથી પણ દક્ષિણ તરણે નીકળી ઉત્તરકુરૂક્ષેત્રમાં પાંચ કહાના બે વિભાગ કરી મેરૂથી પૂર્વ મહાવિદેહ તરફ વળે છે, અને પૂર્વ સમુદ્રમાં પ્રવેશ કરે છે. તેમજ પૂર્વવિદેહની ભૂમિ પશ્ચિમવિદેહવત્ અનુક્રમે નીચી નથી પરન્તુ સરખી સપાટીવાળી છે, તેથી નદીની નીચી ગતિ નથી.