________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકું?” એ વિચાર તેણે પિતાના ખાસ મિત્રને કહી બત મિત્રે કહ્યું કે, “ભૂલ થઈ તેની હરકત નથી. પણ મુનિએની પાસે તે અવશ્ય જવું જ જોઈએ. તે કેપ કરે તેવા નથી.” છેવટે તેણે મિત્રની સાથે જઈને નમસ્કાર કર્યો. નીચું મુખ રાખી અપરાધીની પેઠે કહેવા લાગ્યા કે, “હે મહારાજ ! હું આપની સંભાળ બીલકુલ રાખી શક્યા નથી, તેથી મારા અપરાધની ક્ષમાં કરશે.”મુનિઓએ જવાબ દીધો કે- તમારા સાર્થમાંથી અમારે નિર્વાહ સારી રીતે થયા કરે છે, માટે કેઈ બીજો વિકલ્પ કરશે નહિ.' ઇત્યાદિ અનેક આલાપ-સલાપ થતાં, શેઠના મનને પણ સંતોષ થશે. પછી ભેજનના માટે આગ્રહ કરી બે મુનિઓને લઈ ગયા. ભવિતવ્યતાના રોગથી ભજનની તૈયારી ન હોવાથી, શેઠ અત્યંત ઝાંખા પડી ગયા. અને વિચાર કરવા લાગ્યા કે,
હું આજ સુધી કાંઈ પણ કરી શક નથી અને આજે પણ તે અવસર આવી બન્યા. ફરીથી પણ મુખ કેવી રીતે બતાવી શકીશ?” ઇત્યાદિક વિકલ્પ કરતાં વૃતનું ભાજન નજરે પડયું. તેમાંથી વૃત આપવાની ઇચ્છા દર્શાવી અને મુનિઓએ પણ તે ભાવ જોઈને પાત્ર ધર્યું. હર્ષોલાસના વશથી પત્ર ભરીને શેઠ ઘણા ખુશી થયા. પછી તે મુનિઓને વિશેષ પરિચય અને વારંવાર તેમના ઉપદેશનું શ્રવણ કરતાં અધિક શ્રદ્ધાવાન થઈ, કેટલાંક તને પણ સમજ્યા.
એવી રીતે ધર્મવિષયક પરિણામના વેગથી ઉત્તરોત્તર બાર ભવ સુધી દેવતાની ગતિનાં તેમજ મનુષ્યની ગતિનાં અધિક અધિક, સુખેને ભેળવીને, આ અવસર્પિણીના ત્રીજા વિભાગમાં નાભિરાજાની મહારાણી મરુદેવીની કુક્ષિરૂપે સરોવરમાં હંસરૂપે શ્રી ઝષભદેવપણે ઉત્પન્ન થયા.
તેમણે અઢાર લીપિ અને ચાસઠ કલાદિક આ દુનિયાને વિશેષ વ્યવહાર ચલાવ્યું. તેમને ભરતાદિક સે પુત્ર હતા,
For Private And Personal Use Only