________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા તાત્પર્ય એ છે કે, સત્તાની અપેક્ષાએ વસ્તુ એક છે. જેમ બ્રાહ્મણ જેટલા છે તે બધા બ્રાહ્મણત્વ જાતિ અપેક્ષાથી એક છે તથા અમુક અમુક બ્રાહ્મણ વ્યક્તિ અપેક્ષાએ જુદા જુદા છે. તેમ જ મનુષ્ય મનુષ્યત્વજાતિ અપેક્ષાએ એક, પણ એક રાજા અને બીજી પ્રજા, આ અપેક્ષાએ અનેક તથા જેવા પરમબ્રહ્મ છે તેવા જ જ્ઞાનગુણવાલા સંસારી જીવે છે. તે જાતિ અપેક્ષાથી એક, તથા વ્યકિત અપેક્ષાથી સર્વ જીવો જુદા જુદા છે એટલે છે અનંત છે. આ દષ્ટિએ વાસ્તવિક રીતે અદ્વૈત કદાપિ સિદ્ધ નથી, માટે જૈનદર્શનની સ્યાવાદ શૈલીએ દૈત અને અદ્વૈત બને તે તે અપેક્ષાએ પરમાર્થ છે.
'1
*.
For Private And Personal Use Only