________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા પ્રાપ્તિમાં સાધનભૂત એવું દાન દેવું તેમજ શીલનું પાલન અને સર્વોત્તમ કેટીએ બિરાજમાન એવા પરોપકારનું સેવન આદિ ગુણોને વાસ નથી, તે પુરૂષે આ મનુષ્યલેકમાં પૃથ્વીને ભારભૂત છે. ઘણું શું કહેવું? પરંતુ મનુષ્યના રૂપે મૃગ સાશ આચરણ કરે છે. ૧.
સજજન પુરૂષો તે સ્વાભાવિક રીતે પરે૫કાર કરવામાં ઉદ્યમવાન બની રહે છે એટલું જ નહીં પરંતુ શરીર પણ પાપકારને માટે ધારણ કરે છે. તેઓને કોઈના ઉપદેશની તેમજ શિક્ષાની જરૂર નથી.
अमयं सुपत्तदाणं अणुकंपा उचिय कित्तिदाणं च। दोहिंपि मुक्खो भणिओ तिनि भोगाइयं दिति ॥१॥
ભાવાર્થ–પ્રથમ અભયદાન, બીજું સુપાત્રદાન, ત્રીજું અનુકંપાદાન, ચેાથું ઉચિતદાન અને પાંચમું કીર્તિદાન. આ પ્રમાણે પાંચ પ્રકાર દાનના છે. તેમાં પ્રથમમાં અભયદાન અને સુપાત્રદાન આ બે પ્રકારનાં દાન શિવશર્મ આપવાને સમર્થ છે. અને શેષ રહેલ ત્રણ દાન, ભેગાદિ સંપત્તિઓ આપવાને શક્તિમાન છે. ૧. - આ પાંચ દાનમાં પણ મુખ્ય અભયદાન કરવાવાળા પુરૂષને કઈ પણ પ્રકારને ભય રહેતું નથી અર્થાત નિર્ભય બની જાય છે.
अभयं सर्वसत्त्वेभ्यो यो ददाति दयापरः।
तस्य देहाद्विमुक्तस्य भयं नास्ति कुतश्चन ॥२॥ - ભાવાર્થ –દયા કરવામાં સાવધાન એ જે પુરૂષ સર્વ સંસારની ઉપાધિઓથી ઉપાધિવાળા એવા પ્રાણુઓને અભયદાન
For Private And Personal Use Only