________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૬૦ :
ધર્મની દિશા ઘર અશુભ ગણાય છે. અને ઘરના મૂળદ્વારમાં ચિત્ર તથા કલશ આદિની વિશેષ શોભા કરવી તે શુભ ગણાય છે. જોગણીનાં નાટક, ભારત, રામાયણ, રાજાનાં યુદ્ધ, ઋષિના ચરિત્ર અને દેવનાં ચરિત્રનાં ચિત્રો ઘર ઉપર ચિતરવાં ચોગ્ય નથી. ફળયુક્ત વૃક્ષ, પુષ્પ, વેલડી, સરસ્વતી નવનિધાનયુક્ત લક્ષમી, કલશ, વધામણું અને સ્વનેની શ્રેણી, એ મકાન ઉપર ચિહ્યાં હોય તો તે શુભ ગણાય છે. વર કયી દિશાએ ઉન્નત જોઈએ?
મકાન પૂર્વ તરફ ઉન્નત હોય તે દ્વવ્યની હાનિ કરનાર, દક્ષિણ તરફ ઉન્નત હોય તો દ્રવ્યની સમૃદ્ધિ કરનાર, પશ્ચિમ તરફ ઉન્નત હેાય તે વૃદ્ધિ કરનાર અને ઉત્તર તરફ ઉન્નત હાય તે વસ્તિનો નાશ કરનાર થાય છે. નગર કે ગામના ઈશાનાદિક કેણમાં મકાન બાંધવું નહીં, કારણ કે તે સત્પરુષે માટે અશુભ ગણાય છે. પણ અંત્યજ જાતિને માટે તે (લક્ષ્મી આદિની) વૃદ્ધિ કરનાર છે. વલી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ કરનારે ઉપાય આ પ્રમાણે છે.
જે ઘરમાં વેધાદિક દેષ ન હોય, સઘળે કાટમાલ નવો હાય, ઘણું દ્વાર ન હોય, ધાન્યને સંગ્રહ હાય, રક્તવર્ણની યવનિકા હાય, જ્યાં દેવતા પૂજાતા હોય, આદરપૂર્વક ઉત્સવ થતો હોય, સારી રીતે ઘરનો કચરો દૂર થતા હોય. મેટાં નાના વગેરેની સારી વ્યવસ્થા હોય, દીપક બળ હાય, રેગીનું પાલન થતું હોય અને શ્રમ પામેલાની ચાકરી થતી હોય તેવા ઘરમાં લક્ષમી વાસ કરે છે. ઘરની વ્યવસ્થા:
ઘરની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, તેને માટે કહ્યું છે કે,
For Private And Personal Use Only