________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: No :
ધમની દિશા અને ધર્મની ક્રિયારૂપ અથવા મલ, માંસ આદિના વજનરૂપ આચાર અથવા વિભવ, વેષાદિ સરખાં છે જેમનાં, તેઓની સાથે લગ્નાદિક કરનાર હોય. કારણ એ છે કે–દેવ, ગુરૂ આદિમાં ફરક હાય તો હમેશાં વિવાદ રહે, તેથી તકરાર થયા કરે, ભેજનાદિકમાં વિષમતા હોય તે પણ સદા દુઃખ રહે. વિભાવાદિકમાં વિષમતા હોય તે, તિરસ્કારનાં વચને આપસમાં બોલતાં સુખ કે સંપ એમાંથી એક પણ રહે નહીં. તે સિવાય વર-કન્યામાં નાના-મોટાને પણ વિચાર કરો. એમ ન થાય તે લોકોમાં અપવાદ થાય. માટે આ બધા અપવાદને ટાલીને પંચની સાક્ષી સાથે જ લગ્નાદિક કરવાં. આવા પ્રકારથી લગ્નાદિક કરવાવાળાને કઈ પ્રકારને કલેશ થતો નથી અને તેથી તે પોતે અંગીકાર કરેલી નીતિઓનું સારી રીતે પાલન કરી શકે છે. કહ્યું છે કે –
"विवेकिना धर्मयशोभिवृद्धयै, समं कुलाचारमिहावलोक्य । वराय शुद्धाय सुता प्रदेया, नेया तथाऽन्यापि सुखोदयाय ॥१॥"
ભાવાર્થ–વિવેકી પુરૂષોએ ધર્મ તથા યશની વૃદ્ધિને માટે કુલને તેમજ આચારને પણ સરખો જેટ તથા સબલ પક્ષ, સર્વે ઇંદ્રિયોએ સંપૂર્ણ અને બુદ્ધિમાન એવા શુદ્ધ વરને પિતાની કન્યા આપવી તેમજ તેવા ગુણવાળી કન્યા લેવી, જેથી હંમેશા બન્ને પક્ષવાલાઓ સુખી રહે. તેમ ન કરે તે સુખને ઠેકાણે દુખ થઈ પડે અને ઉત્તમ તથા ઉત્તમ જાતિની સ્ત્રી હોય તો પુરુષને કોઈ પણ પ્રકારની ચિંતા રહે નહીં. કહ્યું છે કે
"गृहचिंताभरहरणं, मतिवितरणमखिलपात्रसत्करणम् ।
किं किं न फलति गृहिणां, गृहिणीयं कल्पवल्लीव॥१॥" ભાવાર્થ–ઘરની ચિંતાના સમૂહને દૂર કરનારી, સારી બુદ્ધિને આપનારી અને દેવ-ગુરુ-અતિથિ આદિ સર્વ પાત્રોને
For Private And Personal Use Only