________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા ભાવાર્થ-જે સાધુ પ્રમાદી હોવા છતાં અવશ્ય કરણીય ગણાતા આવશ્યક–પ્રતિક્રમણ, પડિલેહણ, ગુરૂવંદન, આદિ ક્રિયાએને ત્યાગ કરી નિરાલંબન ધ્યાનને અંગીકાર કરે છે, તે સાધુ વિપરીત જ્ઞાનથી મૂઢ થયે થકે શ્રી સર્વજ્ઞ ભગવાનનાં શાસ્ત્રોનાં પરમાર્થને જાણતા નથી.
પ્ર–નિરાલંબન ધ્યાન આજકાલ થઈ શકે કે કેમ?
ઉ– આજકાલ નિરાલંબન ધ્યાન ન થઈ શકે. તેથી મોટા મોટા મહાત્માઓએ પણ નિરાલંબન ધ્યાનના મને રથ જ કરેલા છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે “ગશાસ્ત્રમાં” કહ્યું છે કે, " वने पासनासीनो, क्रोडस्थितमृगार्भकम् । कदा घ्रास्यन्ति वक्त्रैर्मा, जरन्तो मृगयूथपाः ॥१॥ શ મિત્રે હો, ડાનિ રા मोक्षे भवे भविष्यामि, निर्विशेषमतिः कदा ॥२॥" ભાવાર્થ –વનને વિષે પદ્માસન કરી બેઠેલા, તથા જેના ખેાળામાં હરિણનાં બચ્ચાંઓ રહેલાં છે, એવા મને ઘરડા એવા મૃગના સ્વામીઓ આવીને મુખથી ક્યારે સુંઘશે? શત્રુમાં અને મિત્રમાં, તૃણમાં અને સ્ત્રીનાં સમૂહમાં, સુવર્ણમાં અને પત્થરમાં, મણિમાં અને માટીમાં, મેક્ષમાં અને સંસારમાં, તુલ્ય બુદ્ધિવાળો કયારે થઈશ ?
આ રીતે, નિરાલંબન ધ્યાનના મનોરથ કર્યા છે, પણ તે ધ્યાનની પ્રાપ્તિ અપ્રમત્ત નામના ૭ માં ગુણસ્થાનકે આવનાર આત્માને થાય છે. આથી આલંબનરૂપ જિનપ્રતિમા, જિનમંદિર, માગમશાસ્ત્રો વગેરે શુભ સ્થાને કલયાણુના અથ આત્માઓ માટે આરાધનીય છે.
For Private And Personal Use Only