________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન ૯ મું. [માગનુસારીના ગુણ ૨ થી ૩૫]
– કાજુ૨૩. કાર્યના પ્રારંભમાં પિતાના બળા-બળને જાણવા
કોઈપણ કાર્ય આરંભ કરતાં પહેલાં બુદ્ધિમાન પુરૂષોએ, સ્વ તથા પરના બળને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિચાર કરો. વિચાર કરીને આરંભ કરે તે કાર્યની સફળતા નીવડે છે. માટે અવશ્ય વિચાર કરે. કહ્યું છે કે, कः कालः कानि मित्राणि, को देशः को व्ययागमौ । कश्चाहं का च मे शक्तिरिति चिन्त्यं मुहुर्मुहुः ॥१॥
ભાવાર્થ-સમય કે છે, મિત્રે કેણ છે, દેશ કેણ છે, આવક કેટલી છે, ખર્ચ કેટલે છે, અને મારી શક્તિ કેટલી છે? તેને બરાબર વિચાર કરે. અન્યથા સઘળો આરંભ નિષ્ફળ જાય છે. કહ્યું છે કે, स्थाने शमवतां शक्त्या व्यायामे वृद्धिरङ्गिनाम् । अयथावलमारंभो, निदानं क्षयसंपदः ॥१॥
ભાવાર્થ-શક્તિના પ્રમાણમાં જે કાર્ય આરંભ કરવામાં આવે તો સમતાવાળા પ્રાણુઓની સંપદા વૃદ્ધિ પામે છે અને જે શક્તિથકી અધિક કાર્યને આરંભ કરવામાં આવે, તે તે સંપત્તિઓના વિનાશમાં કારણભૂત છે.
આ હેતુથી કાર્યની સફળતા ઈચ્છનારા સજજન પુરૂષોએ સ્વપર સામર્યાદિનો વિચાર કરીને કાર્યારંભ કરે એજ ઉચિત છે.
For Private And Personal Use Only