________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન આઠમું કરી માને છે તેમજ રાજમાર્ગમાં મદિરાપાનથી બેભાન થઈને મુખને પણ ખુલ્લું કરીને પડેલા એવા માણસને કુતરાઓ આ પર્વતની ગુફા છે એમ માનીને તેના મુખમાં પેશાબ કરે છે, અને મદિરાપાનના રસમાં મગ્ન થએલે પુરુષ નગ્ન થઈને માર્ગની વચ્ચે સૂઈ જાય છે. અને પિતાની છાની વાત પણ લીલામાત્રમાં પ્રગટ કરે છે. અર્થાત્ મદિરાપાનથી કૃત્યાકૃત્યનું ભાન રહેતું નથી, માટે આ ભવમાં અપકીર્તિના ભાજનભૂત બને છે, અને એ મચ્છથી પરવશ થઈ ન કરવા યોગ્ય કાચને પણ તે કરે છે તેથી પરભવમાં પણ દુર્ગતિરૂપ મહાદુઃખને પામે છે માટે મદિરાપાન તે સજજન પુરૂષને અવશ્ય વર્જનીય જ છે.
માંસભેજન પણ મહાપાપનું કારણું હોવાથી ત્યાગ કરવાને ચગ્ય છે. માંસના ભેજન કરવાવાળા જીવમાં દયા રહે નહીં. કહ્યું છે કે, चिखादिषति यो मांसं, प्राणिप्राणापहारतः । उन्मूलयत्यसौ मूलं, दयाख्यं धर्मशाखिनः ॥ १॥
ભાવાર્થ – જે માણસ જીના પ્રાણને હરણ કરીને માંસ ખાવાની ઈચ્છા રાખે છે તે માણસ ધર્મરૂપી વૃક્ષના દયારૂપી મૂલને ઉખેડી નાંખે છે.
જીવને મારનાર માણસ એકલે જ જીવહિંસાના પાપને ભાગીદાર નથી પરંતુ માંસ ખાનાર તેમજ જીવહિંસા કરાવનાર માણસો પણ ભાગીદાર છે. કહ્યું છે કે, हंता फलस्य विक्रेता, संस्कर्ता भक्षकस्तथा । क्रेतामनुमंता दाता च, घातका एव यन्मनुः ॥ १ ॥ લાવાથ–મનુએ કહ્યું છે કે, અરણ્યમાં રહેલાં ઘાસ તથા
For Private And Personal Use Only