________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા અને તેથી બ્રહ્મચર્યથી પતિત થવા વખત આવે છે. પ્રમાણાધિક રુક્ષ આહારથી પણ એ દશા થાય છે. વલી વિશુચિકાદિકે કરી, શરીર ખરાબ થઈ ધર્મસાધનમાં વિન્ન થાય છે.
આવા પ્રકારની ભાવનાએ વડે ભાવિત અન્ત:કરણવાળા સાધુ ચોથા મહાવ્રતનું રક્ષણ કરે. પાંચમા મહાવતનું રક્ષણ
પાંચમા મહાવ્રતનું રક્ષણ કરવા માટે મનહર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પશોદિ વિષયમાં સાધુ આસક્તિ ન કરે તથા તેથી વિપરીત ઉપર દ્વેષ ન કરે. આ પાંચ ઇન્દ્રિયોના વિષયમાં દષ્ટાંત સહિત ઘણું કહેવાનું છે, પરંતુ ટૂંક સમય હોવાથી કહ્યું નથી. પ્રસંગેપાત આગળ કહેવાશે.
ગૃહસ્થના ધર્મનું સ્વરૂપ, પાંચ અણુવ્રત હવે સાધુધર્મના સ્વરૂપથી કેટલાક ભાગ બાદ કરીને ગૃહસ્થના ધર્મનું સ્વરૂપ જણાવીએ છીએ. તે ગૃહસ્થ ધર્મને બાર વિભાગે કરીને જેનશાસ્ત્રમાં જણાવેલ છે. તેમાંથી પ્રથમ વિભાગનું કિંચિત્ સ્વરૂપશ્રાવકના પહેલા વ્રતમું સ્વરૂપ:
ગૃહસ્થ અહિંસાવ્રતનું એવી રીતે પાલન કરે કે-જે હાલતાચાલતા આદિ નિરપરાધી જ છે, તેઓને મારવાની બુદ્ધિથી મારા હાથે મારું નહિ તેમજ બીજા પાસે મરાવું નહિ. એ રીતે વર્તે, સાધુ પુરુષ તે એકેન્દ્રિયાદિ સર્વ જીવોની રક્ષા કરી શકે છે. તેવી રીતે ગૃહસ્થ ધર્મને અંગીકાર કરવાવાલા આમાથી બની શકે નહિ, માટે બતાવેલા નિયમ પ્રમાણે તે પિતાના વ્રતનું પાલન કરી શકે છે. અહીંયા શંકા થાય કે,
For Private And Personal Use Only