________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની nિ ફળ પ્રાપ્ત થાય છે માટે પુરુષે અહર્નિશ ઉપરોક્ત વૃદ્ધ પુરુષની નમસ્કારરૂપી સેવા બજાવવામાં ચૂકવું નહીં. ૧ માતપિતાદિકની પૂજા કરવી તે તે સજજન પુરુષોનું સ્વાભાવિક લક્ષણ છે. કહ્યું છે કે – आस्तन्यपानाजननी पशूनामादारलाभाच नराधमानाम् । आगेहकर्मावधि मध्यमानामाजीवितातीर्थमिवात्तमानाम् ॥१॥
ભાવાર્થ –પશુઓ જ્યાં સુધી દૂધ મળે ત્યાં સુધી માતાને સંબંધ રાખે છે, અને અધમ પુરુષ સ્ત્રી મળે ત્યાંસુધી, અને મધ્યમ પુરૂષે જ્યાં સુધી ગૃહસ્થાવાસ ચલાવવાની શક્તિ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી અને ઉત્તમ પુરુષ તે જીવતાં સુધી પરમપકારી માતાની પાલન કરે. ૧ માટે ઉત્તમ પુરુષના આ ઉત્તમ ગુણેનું અનુકરણ કરવાની ઈચ્છાવાળા પુરુષોએ માતાપિતાની સેવારૂપ ગુણ અંગીકાર કરવા લાયક છે. તેમજ દરેક કાર્ય કરતાં પહેલાં માતાપિતાની આજ્ઞા માગવી જોઈએ. અર્થાત દરેક કાર્ય માતાપિતાની આજ્ઞાથી જ કરવું, આજ્ઞા માનવી એ પણ એક ઉત્તમ પ્રકારની સેવા છે. માતાપિતાની માફક પિતાના વિદ્યાગુરૂ તેમજ ધર્મગુરૂની પણ અવશ્ય અહર્નિશ સેવા કરવી અને માતાપિતા આદિ વડીલેએ ધર્મના પવિત્ર મા જનારા. પોતાના બાળક-આશ્રિતને અવશ્ય અનુજ્ઞા આપવી જોઈએ. ૧૦ ઉપદ્વવવાળા સ્થાનને ત્યાગ કરે * સ્વચક તથા પરચક્રને વિરોધ, દુષ્કાળ, મરકી આદિ ઈતિઓ અને પ્રજાના પરસ્પર કલેશથી ઉપદ્રવવાળા નગરાદિકને ત્યાગ કરે, અને જે ત્યાગ ન કરે તે પ્રથમ ઉપાર્જન કરેલ ધર્મ, અર્થ અને કામને નાશ થાય છે, અને નવીન પેદા થવા પામતા નથી. તથા તે ધર્મ, અર્થ અને કામ ઉત્પન્ન ન થવાથી આ લેક તથા પરલોક બગડે છે તેમજ ગ્રામાદિક જેવા સ્થાનમાં
For Private And Personal Use Only