________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ ૪ થી
વૈત-અદ્વૈતવાદની ચર્ચા
मङ्गलाचरण समुत्पत्तिविध्वंसनित्यस्वरूपा यदुत्था त्रिपद्येव लोके विधिवम् । हरत्वं हरित्वं प्रपेदे स्वभावैःस एकः परात्मागति, जिनेन्द्रः॥१॥
ભાવાર્થ-જગતમાં જેટલા પદાર્થો છે, તે પર્યાયાથી નયની અપેક્ષાએ ઉત્પત્તિ સ્વભાવવાળા, તથા નાશ સ્વભાવવાલા, અને
વ્યરૂપે કરીને નિત્ય સ્વભાવવાલા છે, પણ કેઈ ઉત્પત્તિ કે નાશ કરતું નથી. આવા પ્રકારના જ્ઞાનને નમતમાં ત્રિપદી કહેલી છે. આવા સજ્ઞાનને પ્રચાર કરવાથી જે પરમાત્માએ બ્રહ્માપણું, હરપણું, અને વિષ્ણુપણું, સ્વભાવથીજ ધારણ કર્યું છે, એવા પરમાત્મા અમારા શરણુ હે! જિજ્ઞાસુ–એકજ પરમ બ્રહ્મ માનીએ તે પછી શું દૂષણ?
ગુરૂદેવ –જે એકજ પરમ બ્રા સસ્વરૂપ છે, તે પછી ગામ, નગર, પૃથ્વી, પાણી, અગ્નિ, ગાય, ભેંસ, ઘોડા, માણસ, રાજા, રંક, આદિ પ્રતીત થાય છે. તે સરૂપ કેમ નહિ? અને એ સત છે તે એકજ પરમબ્રા કેવી રીતે સિદ્ધ થશે?
જિજ્ઞાસુ –જે પદાર્થ પ્રતીત થાય છે, તે અનુમાનથી સિદ્ધ છે. જુઓ કે પ્રપંચ મિથ્યા છે. શા કારણથી? તે પ્રતીત હોવાથી. જે પ્રતીત થાય છે તે મિચ્યા છે. જેમ છીપ ચાંદીરૂપ, દેરી સર્પરૂપ, તેમ આ પ્રપંચરૂપી જગત અનુમાનથી મિથ્યા છે.
For Private And Personal Use Only