________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિક છે જે અદ્વૈત આ બે પદાર્થો સિદ્ધ થયા, અને જે હેતુ વિના જ વચનમાત્રથી અદ્વિતની સિદ્ધિ કરે છે તે તે રીતે વચનમાત્રથી દૈત સિદ્ધ કમ ન થાય? ૩.
જગતમાં જેમ હેતુ વિના અહેતુ ન થાય તેમ છેત વિના અદ્વૈત સિદ્ધ ન થાય. પ્રતિષેધ્ય પદાર્થના વિના કોઈ ઠેકાણે સંજ્ઞા પદાર્થનો નિષેધ થતું નથી માટે અદ્વૈત સિદ્ધ થશે નહીં. ૪ :
જિ – આપ એક પરમબ્રહ્મનું ખંડન કરે છે તે શું આપ દ્વૈતવાદમાં માને છે ?
ગુ–કથંચિત દ્રત કથંચિત અદ્વૈત અમે માનીએ છીએ સામાન્યરૂપ સત્તાને લઈને એકપણું માનીએ છીએ. તથા વિશેષરૂપ વ્યકિતને લઈને અનેક પણે માનીએ છીએ. પણ નિશ્ચયથી તે તરૂપ જ છે. કારણ કે"अनेकमेकात्मकमेव वाच्यं, द्वयात्मकं वाचकमप्यवश्यम् । अतोऽन्यथा वाचकवाच्यक्लप्ता-वतावकानां प्रतिभा
કમાય છે ? | ભાવાર્થ–વાચ એટલે કહેવાને યોગ્ય જે ચેતન તથા અચેતન વસ્તુ સામાન્યરૂપે અપેક્ષાથી એક સ્વરૂપવાલી છે, તે પણ વિશેષ વ્યક્તિની અપેક્ષાએ અનેકરૂપ છે. તથા વાચક એટલે જીવાજીવ વસ્તુને કહેવાવાલો શબ્દ સામાન્યની અપેક્ષાએ કરીને એકરૂપ છે. વિશેષ વ્યક્તિની અપેક્ષાએ અવશ્ય અનેકરૂપ છે. આ રીતે આપેક્ષિક દષ્ટિએ દૈતાદ્વૈત બને સિદ્ધ થાય છે, માટે હે નાથ! હે વીતરાગ ! જે તારા આ સાપેક્ષવાદને-સ્યાદ્વાદ. ને ત્યજી અન્ય એકાન્તવાદીઓ વાવાચક ભાવની કલ્પના કઈ એકાંત અદ્વૈતરૂપે, કેઈ એકાંત દૈતરૂપે, કહે છે તે તેમની બુદ્ધિનો જ પ્રમાદ છે.
For Private And Personal Use Only