________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિઓ ૧ લે તેના જાપ કરવાથી પણ કાંઈ સિદ્ધિ નહીં થાય અને જ્યારે કંઈ સિદ્ધિ નહીં થાય તે પછી પરમાત્માના નામ સ્મરણાદિ પણ ન કરવું જોઈએ.
પ્ર–પરમેશ્વરનું નામ લેવાથી તે અંત:કરણની શુદ્ધિ થાય છે.
ઉ–પરમેશ્વરની મૂર્તિ દેખવાથી પણ પરમેશ્વરના સ્વરૂપને બંધ થાય છે, અને તેથી અંત:કરણની શુદ્ધિ થાય છે.
પ્ર–પરમેશ્વરનાં નામથી જ જ્યારે આત્મશુદ્ધિ થાય છે તે પછી પ્રતિમા પણ પૂજવાની શું જરૂર છે?
ઉ–પ્રતિમાનાં દર્શનથી જેવી આત્માની શુદ્ધિ થાય છે, તેવી નામથી થતી નથી. જેમ કે શાસ્ત્રોક્ત સ્ત્રીપુરૂષનાં વિષયસેવનનાં ચેરાશી આસને દેખવાથી તત્કાળ વિકાર ઉપજે છે; તેવી જ રીતે નિર્વિકારી શાંત મુદ્રાવાળી અરિહંત વીતરાગ દેવની મૂર્તિ દેખવાથી જે નિર્વિકાર શાંતભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે તે શાંત ભાવ નામથી થતું નથી. તથા વીતરાગની મૂર્તિથી આત્મામાં વૈરાગ્ય ભાવ પેદા થાય છે ને રાગીની મૂર્તિથી રાગ પેદા થાય છે, માટે જ રાગવાળી સ્ત્રીની મૂર્તિને જેવાને દશવૈકાલિક સૂત્રમાં નિષેધ કર્યો છે. કહ્યું છે કે, चित्तमित्तिं न निज्माए नारी वा सुअलंकियं । भास्करपि दडणं दिढि पडिसमाहरे ॥१॥
ભાવાર્થ- આત્માથી ભિક્ષુઓ ચિત્રામણમાં ચિતરેલી સ્ત્રીને ન દેખે, તથા સારા અલંકારવાળી અથવા અલંકાર રહિત એવી સાક્ષાત સ્ત્રીને પણ બ્રાચર્ય ધારણ કરવાવાળા એવા સાધુઓ ન દેખે, તથા કદાચિત દેખવામાં આવે તે સૂર્યને દેખીને દ્રષ્ટિ
For Private And Personal Use Only