________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન શ્રીજી
: 39:
સાધુઓને માટે તા આ સર્વે ત્રતા સર્વથા પ્રકારે પાલન કરવાનાં છે તેથી તેમનાં આ પાંચે ત્રતાને મહાવ્રતાના નામથી સહ્યાં હતાં અને ગૃહસ્થાના માટે સ્થૂલ સ્થૂલ વિષયને પાલન કરવાનું હાઇને આ પાંચે નતા અણુવ્રતના નામથી મેળખાય છે.
ત્રણ ગુણવ્રતા.
હવે એ ત્રતાને ગુણની વૃદ્ધિ કરવાવાલાં હાવાથી આગલનાં ત્રણ તાનું નામ પણ ગુણવ્રત તરીકે આપેલુ છે.
શ્રાવકના છઠ્ઠા વ્રતનું સ્વરૂપ :
જલના માર્ગોમાં તેમજ સ્થલના માર્ગ માં અમુક અમુક ગાઉના પ્રમાણથી ઊધ્વ, અધેા, તોચ્છી દિશા સુધી જ જવુ. કદાચ પવન આદિના કાંરણથી ભૂલ પડે તેા વ્રતના ભંગ ન થાય. એવી રીતે દિશાનું પ્રમાણ કરવાથી, પૂર્વનાં તેમાં ગુણ થવાના સંભવ છે, તેથી એ વ્રતને પણ અંગીકાર કરવાની જરૂર છે.
શ્રાવકના સાતમાં વ્રતનું સ્વરૂપ:
શ્રાવકના વ્રતામાં ક્રમે સાતમા અને ગુણુવ્રતામાં ખીજા ગુણુવ્રતમાં ભક્ષ્યાભક્ષ્યના વિવેક બતાવેલે છે. તે એવી રીતે કે ૧. મદિરા, ૨. માંસ, ૩. મધ અને ૪. માખણુ, આ ચારે વસ્તુને અંગીકાર નહિ કરવાથી, પ્રથમનું જે દયાવ્રત છે, તેને ગુણકારી થાય છે. કારણ એ છે કે મદિરા અને માંસને સ્વભાવે પણ દુષ્ટ માનેલાં છે અને તેમાં તે જ વર્ણના સૂક્ષ્મ જીવાની ઉત્પત્તિ શાસ્ત્રકારીએ કહેલી છે. તે સિવાય-૧. વડનાં, ૨. પીપલનાં, ૩. પીલનાં, ૪. કછુંખર અને ૫. ગ્લર,-એ પાંચ વૃક્ષાનાં ક્લાને પણ અભક્ષ્યરૂપે કહેલાં છે. કારણ કે—એ લેામાં, પ્રાયઃ જીણાં
For Private And Personal Use Only