________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન આઠમું
અનેક જલતરંગથી રમણીય એવી નર્મદા નદીના દક્ષિણ દિશાના તટ ઉપર અનેક ધનવંત પુરૂષથી સુશોભિત એવું સામંત નામનું નગર હતું. તે નગરમાં અતિધનવાળા હોવાથી પ્રસિદ્ધિને પામેલે એ ગ્રામ નામને ગૃહસ્થ રહેતે હતે. તેને એક સુંદરી નામે સ્ત્રી હતી. તે શીલાદિ ગુણેકરીને વિભૂષિત હતી અને તેને એક પુત્ર પણ હતે છતાં પણ તેને બીજી
સ્ત્રી પરણવાની ઈચ્છા થઈ. તે ઈચ્છા થતાં જ અતિધનવંત તથા પ્રસિદ્ધ હોવાથી તરત જ તેણે બીજા કેઈ ગૃહસ્થની પુત્રીની સાથે પાણિગ્રહણ કર્યું. તે નવીન સ્ત્રીનું નામ રંગી હતું. જો કે તે અવગુણના સ્થાનરૂપ હતી છતાં નવીન હોવાથી તેના ઉપર અતિનેહને તે ધારણ કરતો હતે. તે પિતાની નવીન સ્ત્રીની ઉપર અતિરાગવાનું હોવાથી તેના કહેવા મુજબ પિતાની જૂની સ્ત્રી સુશીલ હોવા છતાં પણ તેને ભાગ આપીને
જુદું રહેવાનું કહ્યું. તે સ્ત્રી પણ સુશીલા તેમજ પતિની આજ્ઞામાં રહેવાવાળી હોવાથી જુદી રહી. આ બાજુ ગ્રામકૂટ પોતાની નવી શ્રી કુરંગીની સાથે અનેક પ્રકારના વિષયસુખને અનુભવ કરે છે. તેવામાં તે દેશને સ્વામીએ ગ્રામકૂટને બેલાવવાથી ગ્રામટે કુરંગી નામની નવીન સ્ત્રી પાસે રજા માંગી ત્યારે તે ઊલટી રજા નહીં આપતાં સાથે જવા તૈયાર થઈ, ત્યારે તેને ઘણું સમજાવીને કહ્યું કે, “હું થોડા દિવસમાં પાછો આવીશ.” ત્યારે તેણુએ કહ્યું કે, હે સ્વામી! હું તમારી આજ્ઞાથી અહિં રહીશ, પરંતુ સપત્નીના કહેવાથી કે મારે માથે કલંક મૂકશે. આ સાંભળીને થાકૂટે કહ્યું કે હું કોઈનું માનવાને નથી. ઈત્યાદિ ઘણી રીતે ગ્રામકૂટ, કુરંગીને રીતે સમજાવીને ઘર સેંપી રજા લઈને ગયે. પછી કુરંગી પણ જારપુરૂષેની સાથે નાના પ્રકારના કામગમાં મગ્ન થઈ. અને જરરૂષોને ખુશી કસ્તાની ખાતર પિતાના ઘરમાંથી ધન ધાન્ય અને વસ્ત્રાદિક સર્વ
For Private And Personal Use Only