________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ–તે તે દેનાં જીવનચરિત્ર, શાસ્ત્રો તેમજ તેઓની મૂર્તિ સ્થાપના ઈત્યાદિથી આ બધું જિજ્ઞાસુ તટસ્થ આત્માઓ જાણી શકે છે. - પ્રહા જીવનચરિત્ર, શાસ્ત્રો વગેરેથી તેના રચયિતાને જાણી શકાય એ બરાબર છે, પણ, મૂર્તિ પ્રતિમા કે સ્થાપના તે જડરૂપ છે તેનાથી બંધ કઈ રીતે થઈ શકે ?
ઉ–જે દેવની મૂર્તિ સાથે તેના મેળામાં કે પડખે સ્ત્રીઓની મૂર્તિઓ છે, તેથી, તેઓ જરૂર કામી હતા, અન્યથા સ્ત્રીસંગ કેમ રાખે? તથા જે દેવની મૂર્તિના હાથમાં ગદા, ધનુષ, ત્રિશૂલ, આદિ શસ્ત્રો છે, તેથી જણાય છે કે, તે દેના કઈ અવશ્ય શત્રુઓ છે, કે જેના ભયથી તે શસ્ત્ર રાખે છે. જેને કેઈને ભય નથી, તે કદાપિ શસ્ત્ર ન રાખે. તથા જે દેવની મૂર્તિના હાથમાં જપમાલા છે, તે જપમાલાથી જણાય છે કે, તે દેવને અન્ય કેઈ પણ ઉપાસ્ય દેવ છે, કે જેનું તે મરણ કરે છે, અને જપમાલા વિના જાપ કરતાં ભૂલી જાય છે, તેથી જપમાળા ધારણ કરે છે, આથી તે દેવ અજ્ઞાની સિદ્ધ થાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું છે કે,
રીસંમકાન, વાયુવસંપ્રદા
ગામોહિં રાજાશાહિશો પંહ ? ” અર્થાત –સ્ત્રીને સંગ કામવૃત્તિને જણાવે છે. શાસ્ત્ર, ગદા, ધનુષ્યાદિને સંગ્રહ, દ્વેષભાવ સૂચવે છે. જપમાલા વ્યાહને અને કમંડલુ અશુચિપણને જણાવે છે, માટે જે દેવાધિદેવ છે, તેમની મૂર્તિમાં આ લક્ષણે કદાપિ ન હોય. દેવાધિદેવ પરમાત્માની મૂર્તિ તે શાંત મુદ્રાવાળી જ હોય છે.
પ્ર-જિનેશ્વર ભગવાનની મૂર્તિ તે કઈ પણ શાસ્ત્રમાં કહેલી નથી.
For Private And Personal Use Only