________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધની દિશા (મધ્યમ) ભૂમિ સમજવી. વળી જે જમીનમાં વાવેલી ડાંગર વગેરે ત્રણ દિવસમાં અને સાત દિવસમાં ઊગે, તે ભૂમિ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને હીન એમ ત્રણ પ્રકારની છે; અથવા જે દિમૂઢ કરનારી ન હોય, અથ–જે જમીનમાં ઊભા રહેવાથી દિશાઓની ચોક્કસ ખબર પડતી હોય, ચારે બાજુ સરખી હાય, સુંદર આકૃતિ હોય, ત્રીજે દિવસે બીજને ઉઘાડવાવાલી હોય અને પૂર્વ, ઈશાન તથા ઉત્તર દિશા તરફ જલાશય યુક્ત હોય, તે જમીન શ્રેષ્ઠ ગણાય છે, ઈત્યાદિ સ્થાન માટે અન્ય શાસ્ત્રોથી જાણું લેવું. ઘરનું સ્થાન :
સ્થાનના ગુણ તથા દોષેનું જ્ઞાન તે શકુન, સ્વમ, દેવપ્રશ્ન અને નિમિત્ત વગેરેના બળથી થાય છે. સ્થાન સંબંધી નિષેધ તે આ પ્રમાણે છે-જે સ્થાનમાં વૃક્ષ અને ધ્વજા વગેરેથી, પહેલા તથા છેલ્લા પહોર સિવાયની એટલે બીજા તથા ત્રીજા પહેરની છાયા પડતી હોય, તે તે છાયા નિરંતર દુઃખ આપનારી થાય છે. ખજુરી, દાડમ, કેળ, બોરડી અને બીજેરાનું વૃક્ષ, જે ઘરમાં ઉત્પન્ન થાય છે, તે ઘરને મૂળથી નાશ થાય છે; તેથી આ વૃક્ષના કાને ત્યાગ કરે. કેઈ કહે છે કે-“ઘરની પૂર્વ દિશાએ વડ, દક્ષિણ તરફ ઉમરડે, પશ્ચિમ દિશાએ પીંપળો અને ઉત્તર દિશા તરફ પીપળો હોય તે તે પ્રશંસનીય છે.” વળી તીર્થકરની પીઠ, શંકર, તથા સૂર્યની દષ્ટિ, વાસુદેવની ડાબી બાજુ અને બ્રહ્માની દક્ષિણ બાજુને ત્યાગ કરી ગૃહસ્થ મકાન બંધાવવું.બીજે સ્થળે પણ કહેવું છે કે-“જિનેશ્વરની પીઠ, સૂર્ય તથા શંકરની દ્રષ્ટિ અને વિષ્ણુની વામ બાજુને ત્યાગ કરી જોઈએ.” ચંડી સર્વ દિશાએ અશુભ છે. અને બ્રહ્મા સર્વથા ત્યાગ કરવા ગ્યા છે. અરિહંતની દષ્ટિ તથા દક્ષિણ બાજુ અને શંકરની પીઠ તથા વામ બાજુ હોય, તો કલ્યાણ કરનાર અને
For Private And Personal Use Only