________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
? ૧૪
ધમની દિશા ખેટાનું ફળ પણ ન જ થવું જોઈએ. જેમકે, કઈ રાજાની આજ્ઞાથી નેકર કાંઈ કામ કરે તે પછી તે રાજા નોકરને શું દંડ કરે? કદાપિ ન કરે. તેમ જીવને જ્યારે ઈશ્વર જ કાર્ય કરાવે છે ત્યારે તે સ્વર્ગ નરકાદિક ન હોવા જોઈએ, તથા રાજા, રંક, ઈત્યાદિક પણ ન હોય, તથા જ્યારે ઈશ્વરે જ કરાવ્યું તે પછી દંડ કેવી રીતે આપે? છતાં દંડ આપે તે શું ન્યાય ગણાય ? તથા શાસ્ત્ર, અને ઉપદેશકે કેને માટે જોઈએ?
પ્ર–બાજીગર જેમ બાજી રચી ક્રીડા કરે છે, તેમ ઈશ્વર પણ જગત રચી કીડા કરે છે?
ઉ–ઈશ્વર બાજીગરની માફક ક્રીડાને માટે જ જગત રચે તે તે ચગ્ય ન ગણાય, ક્રીડા કરવી તે તે બાળકનું કામ છે.
શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ વીતરાગ તેત્રમાં કહે છે કે, "क्रीडया चेत्प्रवर्तेत, रागवान् स्यात् कुमारवत् ।। कृपया च सृजेत् तर्हि, सुख्येव सकलं सृजेत् ॥१॥"
ભાવાર્થ – ઈશ્વર કીડા માટે જગતની રચના કરવામાં પ્રવૃત્તિ કરે તે, બાળકની માફક રાગવાલે ગણાય, અને જે કૃપાથી રચે તે, સંપૂર્ણ જગતને સુખી જ રચે.
પ્ર–જી પોતાની ઈચ્છા મુજબ કરે છે. ઈશ્વર જીને કરેલા પુન્ય, પાપને અનુસારે ફળ આપે છે.
ઉ–આ તમારા કથનથી તો દરેક અવસ્થા ઈશ્વરે પૂર્વના કર્મને આધારે કરી સિદ્ધ થાય. કારણ અવસ્થા વગરને જીવ હાય નહિ. અને જીવને તે તે અવસ્થા પિતાના પૂર્વકાલીન કર્મને અનુરૂપ પ્રાપ્ત થઈ, તે ઈશ્વરને જગતકર્તા શા સારૂ માનવી કહ્યું છે કે,
For Private And Personal Use Only