________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમી દિશા વિચાર ન કરે તે જ વખતે કાદિક આવી પડે, ત્યારે તેને દૂર કરવાની ખાતર પ્રયત્ન કરે છે તે આગ લાગે ત્યારે કુ ખોદવા અને જ્યારે યુદ્ધ શરૂ થાય ત્યારે સૈન્યની તૈયારી કરવી, અને જ્યારે નદીમાં પુર આવે ત્યારે પાળ બાંધવી. તેની જેમ નિષ્ફળ થાય છે માટે દષ્ટિને વિશાળ કરીને કાર્યના પરિણામને વિચાર કરે, એજ સજજન પુરુષોને ઉચિત છે. ૨૭. વિશેષ પ્રકારે જાણવું * વિશેષજ્ઞાન એટલે વસ્તુ અને અવસ્તુ તેમજ ત્યાકૃત્ય અને સ્વપર આદિ વસ્તુઓમાં રહેલા અંતરને પક્ષપાત રહિતપણે એટલે મધ્યસ્થપણાથી જાણવું. કારણ કે પક્ષપાતવાળે માણસ ગુણેને દેષરૂપ અને દેને ગુણરૂપ માને છે, તે વિષે કહ્યું છે કે, आग्रही बत निनीपति युक्तिं तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तियेत्र तत्र मतिरेति निवेशम् ॥१॥
ભાવાર્થ-આગ્રહી પુરુષ જે પદાર્થમાં પિતાની આગ્રહવાળી બુદ્ધિ હોય, ત્યાં યુક્તિને લઈ જવાને ઈ છે છે, અને પક્ષપાતરહિત પુરુષ તો જે સ્થળમાં યુક્તિ લાગે, ત્યાં પિતાની મતિને સ્થાપન કરે છે. ૧.
ઉપર કહેલ હેતુથી પક્ષપાતરહિતપણું જ યોગ્ય છે કારણ કે કદાગ્રહી પુરુષ વસ્તુ જાણી શકતો નથી, માટે વસ્તુતત્વને જાણવાની ઈચ્છાવાળા સાજન પુરુષે પક્ષપાતને ત્યાગ કરીને મધ્યસ્થભાવ એટલે પક્ષપાત રહિતપણને અંગીકાર કરીને વસ્તુતત્ત્વ જાણવાને માટે પ્રયત્ન કર, એજ ઉચિત છે. ૨૮. કરેલા ગુણને જાણવા.
કૃતજ્ઞ એટલે કરેલા ગુણને જાણકાર હોય, પણ કરેલ ગુણનું જાણવું બહુજ કઠીન છે.
For Private And Personal Use Only