________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હમની દિશા હકીકત કહીને કહ્યું કે તારી સ્ત્રીને ભયથી હું અહીં આવ્યા છું.” ત્યારે શિવે પણ પિતાની સર્વ હકીકત કહી સંભળાવી. વ્યંતર દેવે કહ્યું કે-“હે શિવા, તારે નિર્વાહ કેવી રીતે થશે?” શિવે કહ્યું કે મારે નિર્વાહ આપની કૃપાથી થશે.” આ સાંભળી વ્યંતરદેવે શિવાને કહ્યું કે-“હું શેઠના પુત્રને વલણું છું, તું આવીને કહાડીશ તે હું નીકલીશ. તેથી તેને પૈસાની પ્રાપ્તિ થશે.” શિવાએ એ પ્રમાણ કરવાથી તેને પૈસાની પ્રાપ્તિ થઈ અને લેકમાં તે મંત્રવાદી તરીકે પ્રસિદ્ધ થયે. વ્યંતરદેવે તેને બહુ દ્રવ્ય રળાવી આપ્યું. ત્યારપછી કઈ દિવસે કોઈ ધનવંત શેઠના પુત્રને તે વ્યંતરદેવ વલગ્યો અને શિવાને કહ્યું કે હવે તું મને કહાડવાને ઉપાય કરીશ નહિ, કારણ કે હું નીકળવાને નથી. છતાં તું પ્રયત્ન કરીશ તે તેથી તારે અપયશ, થશે.” પણ શિવે ધનની ઈચ્છાથી, ના કહ્યાં છતાં પણ, તે શેઠીયાને ઘેર ગયે. ત્યારે વ્યંતરદેવે કહ્યું કે-“અહીં તું કેમ આવ્યું છે. હું તને મારી નાંખીશ.” આ સાંભળી શિવે વિચાર કરી તાત્કાલિક બુદ્ધિથી જવાબ આપે કે-“હું તને કહેવાને આ છું, કે સાવિત્રી અહીં આવી છે.” આ સાંભલીને વ્યંતરદેવ ત્યાંથી નાસી ગયા. કહ્યું છે કે –
"कलहिन्या गेहिन्यांत्र, के के नोद्विजिता जनाः। साऽत्राऽऽगतेति श्रुत्वैव, त्यक्त्वा पात्रं गतोऽमरः ॥१॥"
અથ–દુનીઆમાં કલેશ કરનારી સ્ત્રીઓએ કોને કોને ઉદ્વેગ પમાડ્યા નથી? “તે સ્ત્રી અહીં આવી છે.” આટલું સાંભળતાંની સાથે જ એ વ્યંતરદેવ પાત્ર છોડીને નાશી ગયે. તે પછી મનુષ્યનું તે કહેવું જ શું?
આ વિષયમાં વિવાહના ભેદે, સ્ત્રીઓનાં લક્ષણ, વિવાહ કરવાના
For Private And Personal Use Only