________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્યાખ્યાન નવમું કરે છે. તેમજ સદાચારને અંગીકાર કરે છે અને પિતે અંગીકાર કરેલ સત્કાર્યને કેઈપણ વખતે ત્યાગ કરતો નથી. ૨.
લજાથી ઘણા ને લાભ થાય છે માટે લજજા - ગુણ અતિ શ્રેયને કરનાર હોવાથી સજજન પુરુષોને તે અવશ્ય અંગીકાર કરવા યોગ્ય છે. ૩૧. દયા રાખવી, | સર્વ ધર્મવાળા “અહિંસા vો થ;” એ વાક્યને માનવાવાળા હોવાથી સર્વ ધર્મોનું તેમજ સર્વ શાસ્ત્રોનું સારભૂત, અને સર્વ જનને માન્ય તેમજ સર્વ ગુણેમાં મુખ્ય એવો દયા ધર્મ જ છે. તે દયા ધર્મની લાગણી અને તેના ઉપર અતિપ્રેમ નિરંતર જાળવી રાખવે, કારણકે દયાને નાશ થયો તેની જ સાથે સર્વ ધર્મો નષ્ટભૂત થઈ જાય છે. કહ્યું છે કે,
कृपानदीमहातीरे, सर्वे धर्मास्तृणाकराः । तस्यां शोषमुपेतायां, कियनन्दति ते चिरम् ॥ १॥ કૃપારૂપી નદીના મોટા તીર ઉપર સર્વ ધર્મરૂપી તૃણના અંકુરાઓ આનંદથી વૃદ્ધિ પામે છે, પરંતુ તે દયારૂપી નદી સુકાઈ ગયે છતે તે અંકુરાઓ ક્યાં સુધી રહેવાના છે? અર્થાત્ નહીં જ રહે. કિંતુ તરતજ તેની સાથે નષ્ટ પામી જશે. ૧.
દયા નહિં તેનું નામ હિંસા, તે જીવને વધ કરવાથી થાય છે અને તે હિંસાથી કેઈ સુકૃત કરવાની ઈચ્છા રાખે તે આકાશ પુષ્પ મેળવવાની ઈચ્છાની જેમ નિરર્થક છે. અર્થાત કદાપિ કાળે પણ સુકૃત થઈ શકે જ નહિ. તે વિષયમાં કહ્યું છે કે, यदि पावा तोये तरति तरणियधुदयति, प्रतीच्या सप्ताचियदि मजति शैत्यं कथमपि ।
For Private And Personal Use Only