________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિછેદ ૩ જે
ગુ–સવેદ, યજુર્વેદાદિમાં કમલમાંથી બ્રહ્માજી પેદા થયા. મનુસ્મૃતિમાં ઈંડામાંથી બ્રહ્માજી પેદા થયા, ઈત્યાદિ પરસ્પર ઘણે વિરોધ છે તે હકીકત જિજ્ઞાસુવૃત્તિથી મધ્યસ્થપણે વિચારણીય છે.
જિ–તે જગત કેવી રીતે બન્યું? ગુ–જગત અનાદિ છે. જિક–જગતમાં ઘટપટાદિક પદાર્થોના કર્તા જોવામાં આવે છે, તે અનાદિ કેમ સિદ્ધ થશે? .
ગુ–જગતમાં જે જે કાર્યરૂપ વસ્તુઓ છે-જેમકે ઘટ, પટ, સ્થંભ, હાટ, હવેલી, કૂવા, વાવ, તલાવ, ઈત્યાદિના કર્તા તે અમે પણ માનીએ છીએ, પણ આકાશ, કાલ, પરમાણ, જીવ, આદિ વસ્તુના કેઈ કર્તા નથી, કારણું કે જે વસ્તુ કાર્યરૂપ પેદા થાય, તેનું ઉપાદાન કારણું અવશ્ય જોઈએ. પણ જીવ, આકાશ, કાલ, પરમાણુ, આદિનું ઉપાદાન કારણ કેઈ નથી. તે માટે તે અનાદિ છે. કહ્યું છે કે,
"निष्पादितो न केनापि न धृतः केनचिच्च सः । स्वयं सिद्धो निराधारो, गगने किंववस्थितः ॥१॥"
ભાવાર્થ-આ સચરાચર લેક–સંસાર, કેઈએ બનાવેલ નથી. તથા તેને ધારણ કરનાર શેષનાગાદિ કઈ નથી, પણ આધારરહિત આપોઆપ આકાશમાં જ આ જગત રહેલ છે. ૧
જગત અનાદિ છે. તેને કઈ કર્તા નથી, તેની વિચારણા સમ્મતિતર્ક, તત્ત્વાર્થ, પ્રમેયકમલમાર્તડ, સ્યાદ્વાદરનાકર, અને કાંત જયપતાકા, આદિ શાસ્ત્રોમાં સ્પષ્ટતાપૂર્વક જેનદર્શનની સ્યાદ્વાદ લીચે કરી છે. આથી વિશેષ જાણવાની ઈચ્છાવાળા સાહદય વિદ્વાનેએ તટસ્થવૃત્તિથી તે તે શાસ્ત્રોને અભ્યાસ કરવાની જરૂર છે.'
For Private And Personal Use Only