________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિછેદ ૫ મે
: ૫e * પતલા શરીરવાલાને ઘેડું હોવું જોઈએ છતાં કેટલાક કુશ શરીરવાલા ઘણા વિદ્વાન જેવામાં આવે છે, માટે શરીર વધવાથી જ્ઞાન વધતું નથી, તેમ શરીર ઘટવાથી જ્ઞાન ઘટતું પણ નથી. ફકત જ્ઞાનાવરણીય કર્મોની ન્યૂનાધિકપણાથી જ્ઞાનમાં વૃદ્ધિ હાનિ થાય છે.
જિજ્ઞાસુ-તે “વિશારદન મૂસ્થિ સમુથાર જાવાનુરિનરત સ્થાતિ” આ શ્રુતિના વિરોધ આવે છે તેનું કેમ?
ગુરુદેવ–આ કૃતિ પણ આત્માને જ સિદ્ધ કરનારી છે. નિપક્ષપાતભાવે વિચાર કરવાથી જાણી શકાશે કે, “વિજ્ઞાનન” એટલે જ્ઞાનસ્વરૂપ આત્મા તે આ ઘટપટાદિ જે ભૂતના વિકારે છે તેના થકી ઉપગરૂપે ઉત્પન્ન થાય છે. અને ઘટપટાદિના નષ્ટ થવાથી અથવા તિરહિત થવાથી પૂર્વ ઉપગરૂપ જે આત્મા તે નષ્ટ થયે. અર્થાત્ ઘટપટાદિ ઉપયોગરૂપ પૂર્વની સંજ્ઞા નથી પણ આત્માને સર્વથા વિનાશ થતો નથી.
“હું ઘટને જાણું છું, હું સુખને અનુભવું છું. *-ઇત્યાદિ પક્ષમાં જે “હું પદ” તેજ જ્ઞાનને કર્તા આત્માને સિદ્ધ કરે છે.
જિજ્ઞાસુ-જેમ સ્કૂલ છું, કૃશ છું.—એ પ્રત્યયમાં જે હું પદથી શરીરની ઓળખ પડે છે. “તેમ હું ઘટને જાણું છું.”ઈત્યાદિ પ્રત્યમાં પણ શરીરને જ્ઞાનને જ્ઞાતા કેમ ન માની શકાય?
ગુરૂદેવ–“હું સ્થલ છું. હું કૃશ છું, એ પ્રત્યયમાં જે કે શરીર સ્થલ તેમ કશ હોય છે, તે પણ હું પ્રત્યય થાય છે તે તે જેમ અત્યંત ઉપકારી પિતાને મિત્ર હોય તેમાં એકત્વપણુંની બુદ્ધિ રાખી બેલે કે, “તું છે તે જ હું છું. અને હું છું તેજ તું છે માટે આપણે બંને એકજ છીએ ” આ વ્યવહાર કરવામાં શું એકતા સાચી છે અર્થાતું નથી. પરંતુ પિતાને ઉપકારી હોવાથી હુંપણાને ઉપચાર મિત્રમાં થાય છે. તેમ આત્માને શરીર પણ ધર્મ સાધનાદિમાં અત્યંત ઉપકારી હોવાથી
For Private And Personal Use Only