________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા ચાર શિક્ષાત્રતે અહીં સુધી પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત કહ્યાં છે. હવે આગળ ચાર શિક્ષાત્રતે કહેવામાં આવશે. પૂર્વનાં ત્રતાને પુષ્ટિ મળવી, એ જ આ વ્રતનું તાત્પર્ય છે. શ્રાવકના નવમા વ્રતનું સ્વરૂપ:
હવે નવમું વ્રત એ છે કે, આઠમા વ્રતમાં કહેલા અનેક પ્રકારના તેમ જ વ્યાપારાદિકના અનેક પ્રકારના વિકલપિને તેમજ રાગ-દ્વેષાદિકને ઘટાડીને, બે ઘડી એકાંત સ્થલમાં બેસીને, જ્ઞાનધ્યાનાદિકના અભ્યાસને વધારી, આત્માને શાંતિ પમાડે તેને સામાયિક વ્રતના નામથી કહેલું છે. એને અર્થ છે કે-આત્માને વગુણને લાભ –એ નવમું વ્રત કહ્યું. શ્રાવકના દશામા વ્રતનું સ્વરૂપ: - પ્રથમ છઠ્ઠા વ્રતમાં એટલે પહેલા ગુણ વ્રતમાં ઊર્ધ્વ, અધે અને તીચ્છી દિશાઓમાં ગમનાદિકનું પ્રમાણ જીવતાં સુધી કર્યું હતું, તે સ્વાભાવિક રીતે દરેક વ્રતને માટે વધારે રાખેલું હોય છે. તે પ્રમાણે દરરોજ કરવાની જરૂર પડે નહિ, તેથી ચાતુર્માસાદિકમાં મરજી પ્રમાણે ઘટાડી પાલન કરેઃ કારણ કે ઓછું કરે તેટલો ઓછો વિકપ થાય, માટે આ શિક્ષાને પણ ધારણ કરે. આ વ્રતનું નામ દેશાવગાસિક આપેલું છે. શ્રાવકના અગિયારમા વ્રતનું સ્વરૂપ:
અષ્ટમી, ચતુર્દશી, આદિ ધર્મના મુખ્ય દિવસોમાં આહારાદિકને ત્યાગે અથવા એકાદ વખત સૂક્ષ્મ ભેજન કરે, પણ
સેવન તેમજ વ્યાપારાદિક કાર્યને ત્યાગ કરીને આ દિવસ ધ્યાનાદિકમાં જ રહીને ધર્મની જ પુષ્ટિ કરે, તેથી એ વ્રતનું નામ પૌષધવત આપેલું છે.
For Private And Personal Use Only