________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવાર્થીને જેણે યાદ કર્યો છે, પરહિતમાં જે સદા તત્પર છે અને સર્વરૂપ, સવીકાર એટલે ઉત્પાદ, વ્યય, યુવરૂપ નાના પ્રકારના સ્વરૂપવાલા જગતને જે સદાકાલ અનન્ય સદશપણે જાણે છે તથા જેનું ચારિત્ર અચિંત્ય અને અનન્યસદશ છે, એવા દેવ નામથી બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, અથવા વર એટલે પ્રધાન જ્ઞાનાદિ–તેના આપવાવાલા (વરદ) ભગવાન હોય, અથવા શું એટલે સુખ તેના કરનાર શંકર હોય કે મહાદેવ હોય, તેને સાચા ભાવથી પિતાના પરમાત્મા ફરીને હું માનું છું.
જગતમાં બ્રહ્મા, વિષ, મહાદેવ, બૌદ્ધ, જૈમિની, જિનેશ્વર આદિ અનેક દે છે. તેમાંથી કોઈ એક દેવ સર્વજ્ઞ સત્યવક્તા હોવા જોઈએ, કહ્યું છે કે, "अवश्यमेषां कतमोऽपि सर्ववित् , जगद्वितैतिविशालशासनः। स एव मृग्योमतिसूक्ष्मचक्षुषा, विशेषमुक्तैः किमनर्थपंडितैः॥१॥"
અર્થાત–ઉપર કહેલા દેમાંથી કોઈ એક સર્વજ્ઞદેવ, જગતને એકાંત હિતકારી એવાં વિશાલ શાસ્ત્રોના કથન કરનારા હોવા જોઈએ. બુદ્ધિરૂપ સૂમ ચક્ષુવડે કરીને આપણે તેમની તપાસ કરવી જોઈએ. બીજા અનર્થભૂત કથન કરનારા અજ્ઞાની પંડિતાને વિચાર કરવાથી, અથવા તેમનાં વચન સાંભળવાથી કે તેમને ઈષ્ટદેવ માનવાથી શું પ્રયોજન છે? અર્થાત-કાંઈ પણ નથી.
હવે એ દેવોમાંથી કયા દેવને સાચા માનવા, તેનો વિચાર તમારેજ કરવો જોઈએ. કહ્યું છે કે –
મી જુના લોકાય, સામાન્સેન મેકિરે છે जिनं तदितरं वाऽपि, स्वयमेव विचिन्त्यताम् ॥१॥"
અર્થાત–વાર્થ ત્યાગ, પોપકારાદિ પૂર્વે કહેલા ગુણેતથા ક્રોધ, માન, માયાદિ દૂષણે ભેગાં થઈને કેને વિષે
For Private And Personal Use Only