________________
અપકારી ઉપર ઉપકાર " હે નરોત્તમ ! તારી મદદથી શહેર પાછું પૂર્વની સ્થિતિમાં આવશે, પ્રજાને જીવિતવ્ય મળશે, મને રાજ્ય પ્રાપ્ત થશે, અને દુનિયામાં યશ વિસ્તરશે આ સર્વનું કારણ તું પિતે થઈશ માટે આ અવસરે તું મને મદદ કર.”
આ પ્રમાણે વિજયચંદ્ર કહેલ સર્વ વૃત્તાંત, અને મદદ માટેની પ્રાર્થના ગુણવર્માએ શાંતચિત્ત શ્રવણ કરી.
- પ્રકરણ ૬ ઠું
અપકારી ઉપર ઉપકાર રાત્રિદેવીએ પિતાને કાળે પછેડો આ પૃથ્વીપટ્ટપર બીછાવી દીધો છે. અંધકાળનું સામ્રાજ્ય વતી રહ્યું છે, શુન્ય નગરમાં મનુષ્યનો તે શું પણ જનાવર શુદ્ધાંને શબ્દ સંભળાતું નથી. શહેરના સર્વ ભાગમાં શાંતિ પ્રસરી રહી છે. આવે વખતે જયચંદ્ર રાજાના મહેલમાં બે યુવાન પુરૂષે દરેક જાતની સામગ્રીઓ સંગ્રહ કરી ગુપ્ત રીતે ભરાઈ રહેલા છે. કાંતે કાર્ય સિદ્ધ થાય છે અને કાંતે શરીરને નાશ થાય છે, એજ ભાવના બેઉના અંતઃકરણમાં રમી રહી છે.
આ બેઉ પુરૂષે ચાલતા પ્રકરણના નાયક વિજયચંદ્ર અને ગુણવર્મા છે. પરેપકાર કરવામાં તત્પર ગુણવર્મા વિચાર કરે છે કે “દેહના નાશથી પણ પરને ઉપકાર કરે, તેમજ મારા ઉપકારથી વશ થયેલે વિજયચંદ્ર,