________________
કારાપહમાં સપs મહાબળ–નરેંદ્ર ! આ સ્ત્રી સર્વથા પ્રાણ રહિત થઈ હોય તેમ જણાય છે. તેના શરીરની ચેષ્ટા તદ્દન બંધ પડી ગઈ છે. શ્વાસોચ્છવાસનું હલન ચલન પણ જણાતું નથી, છતાં હું મારો પ્રયત્ન કરી જોઉં. તમે અહીં પવિત્ર જળના છટકાવવાળું એક માંડલું બનાવે અને સર્વ માણસે ને અહીંથી બહાર જવાની આજ્ઞા કરે.
રાજાના આદેશથી રાજપુરુષએ તરત જ જળ છંટકાવ કરી એક પવિત્ર માંડલું બનાવ્યું, એટલે મહાબળે રાજા પ્રમુખ સર્વ મનુષ્યોને તે મુકામ બહાર બેસવાની ફરજ પાડી.
એકાકી મહાબળે વિષ નિવારણ કરવાનો પ્રયોગ શરૂ કર્યો. મંડળ આલેખી મંત્રાર્ચનાદિ વિધિ કરી દે વખતે ધ્યાન ધરી મહામંત્રનું સ્મરણ કરી, પિતાની કમ્મરમાં રહેલે મણિ બહાર કાઢી નિર્મળ પાણીથી તેનું પ્રક્ષાલન કર્યું અને પછી તે પાણી મલયસુંદરીના નેત્રે પર છાંટયુ. તેની અસરથી હળવે હળવે તેનાં નેત્રે કાંઈક ખુલવા લાગ્યાં. થોડીવારે મુખ પર પાણી મૂકયું, તેથી ધીમે ધીમે ધાસ પાછો વળે અનુક્રમે આખા શરીર પર પાણી છાંટ્યું એને ડું પાણી પીવરાવ્યું. આ મણિના પાણીની એટલી બધી તાત્કાલિક અસર થઈ કે છેડા જ વખતમાં કુમારના આનંદ સાથે મલયસુંદરી બેઠી થઈ.