________________
કુશવર્ધન ઉજડ થવાનું કારણ શું ? ૨૭ વિજયચંદ્ર કહે છે, “હે વટેમાર્ગ ! આ ઈતિહાસ સાંભળી મેં વિજયા રાણીને કહ્યું કે, હે ભોજાઈ! જે તું આ રાક્ષસનું કાંઈ પણ મર્મસ્થાન ગુહ્મવાત જાણતી હોય તે તે કહી બતાવ કે જેથી તે રાક્ષસને છતી, રાજ્ય અને મારા ભાઈનું વેર હું વાળું !”
વિજ્યા રાણીએ જણાવ્યું કે “જ્યારે આ રાક્ષસ સૂવે છે, ત્યારે જે તેને પગનાં તલીયાં ઘીથી મર્દન કરવામાં આવે તો તે ઘણા વખત પર્યત અચેતનની માફક મહા નિંદ્રામાં પડી રહે છે. એ અવસરે તમારામાં જે શક્તિ હોય તે ફેરવવી જોઈએ તે જ રાક્ષસને સ્વાધીન કરી શકશે, પણ તેમાં વિશેષ એટલે છે કે, સ્ત્રીના હાથવતી મર્દન કરવાથી તેને નિદ્રા આવતી નથી. પણ પુરૂષના હાથવતી મસલવામાં આવે તેજ નિદ્રા આવે છે. તેમજ પગને અભંગન કર્યા પહેલાં જે તેને માલમ પડે કે “આ પુરૂષ છે તે તે પાદમ્રક્ષણ કરવા ન આપે, એટલું જ નહિ પણ પાદપ્રક્ષણ કરનારને મારી પણ નાંખે. ”
આ પ્રમાણે મારા બંધુની પત્નીનું કહેલ શહેર ઉજજડ થવા વિગેરેનું વૃત્તાંત સાંભળી કઈ પણ તેવા ઉત્તમ સહાયકની શોધમાં હું ફરતો હતો. એટલામાં હે ભાઈ ! અકસ્માત્ મને તારૂં દર્શન થયું છે, તો “હે ઉત્તમ નર! તું મને સહાય કર, જેથી હું તે રાક્ષસને મારે સ્વાધીન કરૂં. તારા જેવા ઉત્તમ નર અન્યને ઉપકાર કરવા માટે જ પૃથ્વી પર જન્મ પામે છે.