________________
૩૯૮
મયસુંદરી પત્ર
પર્યટન કરીશું તે પણ અમારો અંત નહિ આવે. દયાનિધિ અમારા પર પ્રસન્ન થાઓ. ક્ષમાસાગર ! કરૂણાદ્રચિત્તે આ અવિનીતનો કરેલે અપરાધ માફ કરે અને અમને કેઈ ઉપાય બતાવો કે જેથી અમે આ પાપથી તદ્દન વિમુકત થઈ શકીએ.
કરૂણારસથી ભરપુર અને પૂર્ણ પશ્ચાતાપ સૂચક દંપતિના આ શબ્દ સાંભળી મુનિએ કાર્યોત્સર્ગ પૂર્ણ કરી જણાવ્યું કે મહાનુભવો ! મારા હૃદયમાં ક્રોધ નથી. કર્મપરાધિન, આજ ભવને જેનારા, પરમાર્થથી પરાભુખ અને પિતાના કર્મથી જ હણાયેલા આ દુનિયાના પામર જીવે પર તત્વજ્ઞ મુનિઓ કદી પણ કોધ ન કરે અને કદાચ તેવા લબ્ધિધર મુનિ અનન્ય કારણે ક્રોધ કરે તે સમજવું કે આ દુનિયા તેમના ક્રોધ આગળ બચી ન શકે. | મારું હૃદય સર્વ જી ઉપર કરૂણારસથી ભરપુર છે અને તેવી કે પ્રેરણ સિવાય પણ હું સર્વ પર નક્ષમા જ રાખું છું; છતાં મહાનુભવે ! મારે તમને જણાવવું પડે છે કે તમારે આ મુઢતા કે અજ્ઞાનતાનો ત્યાગ કરી વિવેકી થવું જોઈએ. તેમજ અજ્ઞાનને દૂર કરનાર એવા જૈન ધર્મને સ્વીકાર કરે જઈએ. આત્માની નિત્યતા અને કર્મોની વિષમતા સમજવી જોઈએ, સર્વ જીવે સુખની ઈછા રાખે છે, સુખ તમને વહાલું છે, દુઃખ ઈષ્ટ નથી, તે તે બીજાને શા માટે તમારે આપવું જોઈએ ? શુભાશુભ કર્મોનાં ફળ અવશ્ય ભેગ