________________
પૂર્વભવ
૪૦૫ જેવામાં ન આવ્યું. ત્યારે પિતાના શેઠને વ્યાકુળ થત દેખી રૂદ્રાની હયાતિમાંજ સુંદરે જણાવ્યું કે સ્વામીન ! આમ વ્યાકુળ શા માટે થાઓ છો ! તમારૂં મુદ્રારત્ન રૂદ્રા પાસે છે, તેની પાસે કેમ માગતા નથી ?
આ વચન સાંભળી રૂદ્રા રેષથી બેલા ઊઠી. “અરે દુષ્ટ સુંદર ! કપટી, છિન્નનાસિકાવાળા, મારા વેરી ! તું
શા માટે બોલે છે ?” મેં કયારે તારા શેઠનું મુદ્રારત્ન લ શું છે ?
રૂદ્રાના રૌદ્ર જેવા ભયંકર શબ્દો, બિચારો તે પરાધિન નોકર સાંભળી રહ્યો, તે મન કરી ઊભો રહ્યો. અસત્ય ઉત્તર આપનાર શેઠાણીને શું કહેવું તે તેને ન સુજયું, “એના કર્યા એ ભેગવશે' એમ ઉપેક્ષા કરી શાંત ચિત્ત કરી રહ્યો.
પ્રિય મિત્રે સામ, દામ, દંડ, ભેદાદિ ઉપાયએ કરી રૂદ્રા પાસેથી મુદ્રારત્ન કઢાવ્યું અને પછી આપસમાં તેની વિશેષ હલકાઈ કરી.
ચાકરને આવું દુર્વચન કહેતાં તેના પરિણામના પ્રમાણમાં રૂદ્રાએ રૌદ્ર કર્મ ઉપાર્જન કર્યું.
પિતાની શેઠાણ રૂદ્રા, તેજ આ કનકાવતી થઈ જે, એમ ધારી પિતાને કહેલ તે રૌદ્રવચનને યાદ કરી ભૂતપણે rઉત્પન્ન થયેલા તે નેકરને જીવે ચોરના મૃતકોમાં મડદામાં પ્રવેશ કરી કનકવતીની નાસિકા કાપી નાંખી.