________________
૪૩૬
- મલયસુંદરી ચરિત્ર બંદીખાનામાંથી સદાને માટે છુટકારો થયે છે. તે તેથી તને આનંદિત થવું જોઈએ કે આમ શોક કર જોઈએ?
રાજન પિતાના ગાઢ સંબંધી મહાન વિપત્તિમાંથી મૂક્ત થયેલ હોય તે તેથી આનંદ થાય કે શેક થાય? આનંદજ થવું જોઈએ. તેવી જ રીતે તારે પિતા સંસારચક્રમાં અનંતવાર સહન કરવી પડતી જન્મ, મરણ રેગ, શેક, અધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ વિપત્તિથી સદાને માટે વિમુક્ત થયા છે, તે શું આ વેળાએ તને. આનંદ ન થ જોઈએ.
રાજન ! પિતાને કઈ ઈષ્ટ સંબંધી ઘણા વખતથ રેગે પીડાતા હોય અને દેવયોગે તે એક વખત સદાને માટે સર્વથા નિરોગી થાય તે શું તેના સંબંધીને તેથી હર્ષ ન થાય ? થે જ જોઈએ, તેમ તમારો ઈન્ટ સંબંધી પિતા મહાબળ અનાદિકાળથી કર્મ રોગથી પીડાતા. હતા તે હમણાં સર્વથા સદાને માટે કર્મ સેગથી મુક્ત થઈ અજરામરરૂપ નિરંગ અવસ્થા પામ્યા છે તે આવા આનંદી વર્તમાનથી તમને આનંદ થવો જોઈએ. અત્યારે તમને મહોત્સવને વખત છે, તેને ઠેકાણે આમ શોકમાં ગમગીન થઈ રહેવું તે કઈ પણ રીતે તમારા જેવા સમજાને લાયક નથી. હે રાજન ! હું જાણું છું કે તમારા પિતાને અગ્નિથી દુસહ પીડા થઈ હશે, તે કારણથી તમને વધારે દુઃખ લાગી આવે છે, પણ તે અગ્નિની પીડા તમારે ચિંતવવા જેવી નથી. કેમ કે સંગ્રામ પર ચડેલા