________________
રર ! મધ્યસુંદરી ચરિત્ર
વ્યાકુળ થયાં. ફળવાળા વૃક્ષને જોઈ સુધાતુર થયેલું વાનરાઓનું ટોળું જેમ ફળ ખાવા માટે ઉત્સુક થાય છે. તેમ રાણીઓનાં મન તે પુરુષ સાથે કીડા કરવા માટે ઉત્સુક થયા પ્રસરતી સુગંધવાળી આશ્રમંજરી ઉપર ભ્રમરે આવી પડે છે, તેમ તેના શરીર ઉપર તે સ્ત્રીઓના કટાક્ષને સમુદાય એકી સાથે પડવા લાગ્યો. | આ દિવ્ય પુરૂષને દેખી આખું અંતે ઉર આ પ્રમાણે વિસંસ્થળ થયેલું જાણી, વિમય પામેલા પહેરેદારોએ રાજા પાસે જઈ તે વાત જણાવી.
રાજા ઉતાવળા ઉતાવળો અંતેઉરમાં આવ્યો આવીને જુએ છે તે ધીર, સૌમ્ય, સુખાસીન અને સાક્ષાત કંદર્પ સર્પ હોય તે રૂપવાન એક નવીન પુરૂષ દીઠે, તેને જતાંજ રાજા બોલી ઉઠ્યો. અરે ! આ પુરૂષ કેણ છે! મહેલમાં તેણે કેવી રીતે પ્રવેશ કર્યો ? આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજાને કાંઈ જવાબ ન મળ્યો.
રાજાએ મલયસુંદરીની તપાસ કરાવી, પણ કોઈ ઠેકાણે તેને પો ન લાગ્યો. ભ્રકુટી ચડાવી રાજાએ પ્રતિહારોને પુછયું. અરે ! પેલા આવાશમાંથી લાવીને હમણાં આંહીં એક સુંદરીને મૂકી હતી તે ક્યાં ગઈ પ્રતિહારેએ નમ્રતાથી જણાવ્યું. દેવ તે હમણાં જ આ દ્વારપર બેઠી હતી. બહાર ગઈ જ નથી; કેમકે અમે સર્વે આ મુખ્ય દ્વાર પર પહેરો ભરતા બેઠા છીએ. }