________________
મલયસુંદરી ચરિત્ર બેટા મહાબળ ! તું આજે જ સ્વયંવર ઉપર ચંદ્રાવતી પુરીમાં જવાની તૈયારી કરા સાથે મેટું રીન્ય લઈ જજે, ચંદ્રાવતી પતિ માટે રાજા છે. તેમજ મારે મિત્ર હોવાથી વિશેષ પ્રકારે માનનીય છે.”
મહાબળકુમાર હાથ જોડી, મસ્તક નમાવી, વિનયથી
છે
.
પિતાજી ! આપની આજ્ઞા પ્રમાણ છે. આપ કહે તે અવસરે જવાને તૈયાર છું.”
રાજાએ પ્રધાન તરફ નજર કરી જણાવ્યું ચંદ્રાવતી તરફ રવાના થવા સૈન્ય તૈયાર કરે, રાજાને હુકમ થતાં જ હરીન્ય તૈયારી થવા લાગી.
રાજા-મહાબળ ! ચંદ્રાવતીથી લાવેલ લક્ષ્મીપુંજ હાર તું સાથે લઈ જજે.
મહાબળ–પિતાજી હું જ્યારે નિંદ્રામાં હોઉં છું તે વેળાએ અદશ્યરૂપે મને નિરંતર કેઈ ઉપદ્રવ કરે છે. કોઈ વખત વસ્ત્ર, તે કઈ વખત શસ્ત્ર, કોઈ વખત આભૂષણ કે બીજી કોઈ ઉત્તમ વસ્તુ મારી પાસે હોય તે લઈ જાય છે. કેઈ વખત ભયકંર હાસ્ય કરી મને બીડરાવે છે. મારી માતા પાસેથી કાલ રાત્રે જ તે હાર મેં લીધે હતે; પણ તેજ રાત્રિએ મારા ગળામાંથી તે કોઈ કાઢી ગયું છે. તે હાર ગયે જાણી મારી માતા એટલું બધું કલ્પાંત કરે છે કે, તેના દુખથી હું આજે અત્યંત વ્યાકુળ થઈ રહયે છું.