________________
પુન જેમ
૩૪૩ નિષ્ફળ જ છે. માટે આમાની અસ્તિતા સાથે અમરતા -નિત્યતા પણ અવશ્ય સમજવી જોઈએ. તે અમરતા પુનર્જન્મ થતું હોય તે જ સંભવી શકે.
આ માણસ મરી ગયે કે પાછે . આ શબ્દ સાંભળવાની સાથે જ આટલે તે નિર્ણય કરી શકાય છે કે જેની મહાન સત્તાથી આ શરીરમાં હલન, ચલન, મરણાદિ નાના પ્રકારની ક્રિયાઓ થતી હતી તે બંધ પડી ગઈ અને તે છે ક્રિયાદિકનો પ્રેરક આત્મા આ સ્થળથી કોઈ પણ સ્થળે ચાલ્યો ગયો છે. તે ક્યાં ગયે ? તે ભલે આપણને ન દેખાય કે ન સમજાય પણ તેનું જ નામ પુનર્જન્મ છે કેમકે તે કોઈ પણ સ્થળે ગયો છે. તે સ્થળ ભલે પછી ગમે તેવું હોય, પણ એક સ્થળદેહથી સ્થળાંતરમાં જવું તેનું નામ જ પુનર્જન્મ છેફરી ઉત્પન્ન થવું તે.
આટલી વાત યાદ રાખવી જોઈએ કે કઈ પણ વસ્તુને નિરન્વય નાશ-મૂળથી સર્વથા નાશ થતો નથી પણ તેના પર્યાયે બદલાયા કરે છે. આ વાત અનુભવસિદ્ધ છે. ધારો કે એક વસ્ત્ર છે કે એક લાકડું છે, તેને અગ્નિથી બાળી નાખ્યું, તેથી તે વસ્ત્ર કે લાકડાંને નાશ તે થયે. પણ વિચાર કરશે તેને સર્વથા નાશ થયો નથી વાત સ્પષ્ટ સમજાશે. કેમકે તેની રાખ તે કાયમ જ છે. વસ્ત્રની આકૃતિ કે પર્યાય તેને તે નાસ થયો પણ તેના પરમાણુંએ તે કાયમ જ છે. તે વર રાખપણે