________________
૧૭૨
મલયસુંદરી ચરિત્ર એક ભૂતે પ્રશ્ન કર્યો. “કેમ? આજે આ પૃથ્વી પર કઈ જાણવા યોગ્ય નવીન બનાવ બને કે બનવાનો કોઈ એ દીઠા કે સાંભળે છે ?”
આગેવાન ભૂતે જણાવ્યું, એક બનવાની તૈયારી છે, પણ તે આવતી કાલે બનવાનો છે, છતાં તે સ્થાન અહિંથી
બીજે ભૂત–તે વાત અમને જણાવશે ?
આગેવાન ભૂવ–હા ! તમે સાવધાન થઈ સાંભળે પૃથ્વીસ્થાનપુરના સુરપાળ રાજાને મહાબળ નામનો કુમાર છે. તેની માતા રાણી પદ્માવતીને એક હાર કેઈએ અદશ્યપણે હરી લીધું છે. તેને માટે તેની આગળ મહાબળે એવી પ્રતિજ્ઞા કરી છે કે, જે પાંચ દિવસમાં હાર ન લાવી આપુ તે અગ્નિમાં પ્રવેશ કરૂં, તેની માતાએ પણ તેવી જ પ્રતિજ્ઞા કરી છે કે પાંચ દિવ માં જે હાર ન મળે તે માટે પણ અવશ્ય મરણને શરણ થવું.
હારની તપાસ માટે ગયેલા કુમારની હજી સુધી બીલકુલ ખબર મળી નથી. અને પાંચ દિવસ તે કાલે સવારે જ થશે. તે કુમારની અને હારની છે ધ નહિ મળવાથી મરવાને ઉત્સુક થયેલી રાણીને જોઈને જ હું હમણાં આવ્યો છું કે જાણે તે રાણું વિષા, જળથી, શસ્ત્રવડે, અગ્નિવડે, પડીને કે ગળે ફાંસો ખાઈને મરણ પામશે પણ મરણ તે પામશે. તેની પાછળ ઘણું લોકે સહિત રાજા પણ મરણ પામી.