Book Title: Malaysundari Charitra
Author(s): Vijaykesharsuri
Publisher: Mukti Kamalkeshar Jain Granthmala

View full book text
Previous | Next

Page 454
________________ મહત્તર સાધ્વી મલયસુંદરી ૪૩૩ કેળવી જાણવાથી કે યથાસ્થાને ઉત્તમ સહવાસમાં નિછતા કરવાથી તેમની શકિતમાં વધારે, સ્વભાવમાં ફેરફાર અને અનેક મનુષ્યને ઉપકાર કર્તા તરીકે કેમ ન બનાવી શકાય? અવશ્ય બનાવી શકાય જ. સાધ્વી મલયસુંદરી નિર્મળ ચરિત્રનું પાલન કરતાં અને સાથે (જ્ઞાનાભ્યાસ કરતાં અનુક્રમે અગીયાર અંગ પર્યતનું જ્ઞાન મેળવી શકી. તેણે તત્ત્વજ્ઞાનમાં ઘણું ઊંડો પ્રવેશ કર્યો હતો તેથી જ અનેક ભવ્ય જીને ઉત્તમ બધ આપતી તે પૃથ્વીતળપર વિચરતી હતી. જ્ઞાનની સાથે તે મહાશયા તીવ્ર તપશ્ચર્યા પણ કરતી હતી. કર્મ કલેશને દૂર કરવા માટે તે અહોનિશ પ્રયત્ન કર્યા કરતી હતી. નવીન કર્મબંધ થતો અટકાવવા માટે તેટલે જ પ્રયત્ન કરતી હતી. કેમ કે કર્મના ભયંકર ફળે આ ભવમાં જ અનુભવવાં પડ્યાં હતાં, તે વખતે અનેક દુઃખને તે ભૂલી ગઈ ન હતી. જ્ઞાન, ક્રિયામાં નિરંતર પ્રયત્ન કરતાં આ મહાશયાને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ગુરૂમહારાજે તેમને વિધિપૂર્વક મહત્ત્વની-સર્વે સાધ્વીઓમાં મુખ્ય આગેવાન. વીતરાગની આજ્ઞા મુજબ સર્વ સાધ્વીઓને પ્રવર્તાવનારની પદવી આપી. અવધિજ્ઞાનના પ્રકાશની મદદથી મનુષ્યના સંદેહરૂપ અંધકારને દૂર કરતી અને ભવ્ય જીવરૂપ કમળને વિકસિત મ-૨૮

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466