________________
૨૭૮
મલય સુંદરી ચરિત્ર મલયસુંદરીની ચીસ સાંભળી યામિકે દોડી આવ્યા. તેમણે એક ભયંકર સર્પ મલયસુંદરીને પગે વળગેલા દીઠે. હથીઆરથી તે સર્પને તેઓએ મારી નાંખ્યો અને તત્કાળ રાજાને ખબર આપી કે મલયસુંદરીને સર્પદંશ થયો છે. વિષયનેહી રાજા આકુળ વ્યાકુળ થતે ઉતાવળે ઉતાવળે ત્યાં આવી ઊભે.
રાજાએ તરતજ શહેરમાંથી મંત્રવાદીઓને બોલાવ્યા, ભંડારમાંની જડી બુટ્ટી અને મણિ આદિ સપનું ઝેર ઉતારવાનાં સાધને મંગાવ્યાં તે સર્વને પ્રગ પણ તત્કાળ કરવામાં આવ્યું છતાં જરા માત્ર પણ ઝેર ઉતર્યું નહિ, પણ ઉલટું ઝેર વૃદ્ધિ પામ્યું અને થોડા વખતમાં આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું. હળવે હળવે ઇતિઓની ચેષ્ટા બંધ પડી અને કેવળ મંદમંદ શ્વાસોશ્વાસ શરીરમાં વહેવા લાગે. મંત્રવાદીઓ મંત્ર ભણીને થાક્યા. મણું અને જડીબુટ્ટીઓ પલાળી પલાળી, છાટી છાંટી સર્વે થાક્યા. પણ ઝેર ન ઉતર્યું.
આવા સંકટમાં આવી પડેલી મલય સુંદરીને નહિ જોઈ શકવાથી રાત્રિ પણ ત્યાંથી ચાલી ગઈ છતાં તેને સજીવન સ્થિતિમાં આવેલી જોવા માટે સૂર્ય ઉદયાચળ પર આવી બેઠે.
રાજાના કરેલા સર્વ ઉપાય નિરર્થક ગયા. તે નિરાશ થયે છેવટમાં કાંઈક સારી આશાથી ઉદ્ઘેષણું કરાવવા પૂર્વક શહેરમાં પડહ વગડાવ્યું. કે, સપના વિષથી મૂછ