________________
બળતી ચિતામાં મહાબળ
૨૯૧ નજર ચુકાવી આ ચાલ્યા ન જાય એ આશયથી ચિતાની ચારે બાજુ રાજાના સુભટ ફરી વળ્યા હતા.
મહાબળ ચિતા પાસે આવ્યો ત્યારે લોકોના હૃદયમાં શેકાગ્નિ પ્રગટ થયે, પણ જ્યારે તેણે ચિતામાં પ્રવેશ કર્યો, ત્યારે તે શેકાગ્નિ ઉભુ અશ્રુરૂપે બહાર આવ્યો. અર્થાત્ લેકે રડવા લાગ્યા, રાજપુરૂષોએ ચિતાની બાજુ લેકેના શરીરમાં દુઃખાગ્નિ સાથે અગ્નિ સળગાવ્યો ભડભડાટ શબ્દ કરી ચિતા સળગવા લાગી. તેની જ્વાળા આકાશમાં લંબાવા લાગી. આટલી અગ્નિ છતાં ચિતામાં પ્રવેશ કરેલા રાજકુમારના મુખથી નીકળતે સિત્કાર એટલે પણ શબ્દ જ્યારે ન સ ભળાયો, ત્યારે લાકે તેનાં ધીરત્વની પ્રશંસા કરવા લાગ્યા.
જ્યારે ચિતા સંપૂર્ણ બળી રહી, ત્યારે રાજપુરુષો ત્યાંથી પાછા ફરી રાજા પાસે આવ્યા અને સર્વ વૃત્તાંત નિવેદિત કર્યો. આજની રાત્રીએ રાજા તથા જીવા પ્રધાનને મૂકી આખા શહેરને લે કેને પ્રાયે સુખે નિદ્રા ન આવી. લેકએ સિદ્ધનું મરણ અને રાજાને અન્યાય, આ બે વાતનો વિચાર કરતાં કષ્ટથી રાત્રિ પસાર કરી.
પ્રભાત થતાં જ માથે રાખીને મોટે પિટલે લઈ બજાર વચ્ચે થઈ રાજમંદિર તરફ જતો તે સિદ્ધપુરુષ લોકેના જોવામાં આવ્યું. સિદ્ધને દેખી લોકે વિસ્મય પામ્યા. લોકોના આનંદનો પાર ન રહ્યો. તેઓએ જણાવ્યું સિદ્ધપુરુષ ! આ તમારે માથે શું છે? તમે અહીં કેવી રીતે આવી શક્યા ?