________________
૩૯
પરોપકારી નિમિત્તીઓ ઉતરવાના આવાસો પણ તૈયાર થયા. સ્વયંવર મંપાદિક સર્વ તૈયારીઓ થતી જોઈ શહેરના લેકે તરેહવાર વાતોના ગપગોળાઓ ચલાવતા હતા, અરે ! જુઓ તો ખરા રાજાની મૂર્ખતા! કન્યા સિવાય સ્વયંવર માંડી બેઠો છે? માનો કે કદાચ નિમિત્તીઆના કહેવા મુજબ રાજકન્યા નહિ મળી આવે તે, આ સર્વ એકડા થતા રાજકુમારેને તે શું ઉત્તર આપશે? રાજાની દેશમાં લધુતા થશે. કદાચ નિરાશા અને અપમાનથી કોપાયમાન થઈ, તે સર્વ રાજકુમારો લંડ તો નહિં ઉડાવે? અથવા આ યુક્ત છે અને આ અયુક્ત છે, તે અત્યારે આપણે શું કહી શકીએ ? અવસરે બધું જણાઈ આવશે.
સંધ્યા વખત થતાં જ અનેક રાજાઓ અને રાજકુમારે જુદી જુદી દિશાઓ તરફથી પરિવાર સહિત આવવા લાગ્યા. રાજાએ પણ તે સર્વનું સન્માન કરી જુદા જુદા આવાસ ઉતરવા માટે આપ્યા.
નિમિત્તીઆએ રાજાને જણાવ્યું. રાજન! મારે એક મંત્ર સાધવાને છે, તે અર્ધસિદ્ધિ તે થઈ ચુક્યા છે, પણ બાકીને ભાગ હજી હવે સિદ્ધ કરવાનું છે. તે મંત્ર જે આજની રાત્રિએ સિદ્ધ ન થાય તે મારું કાર્ય સિદ્ધ ન થઈ શકે, માટે તે મંત્ર સિદ્ધ કરવા આજની રાત્રિ માટે મને રજા આપવી જોઈએ, પ્રાતઃકાલ થતાં જ પાછે હું આપની પાસે આવીશ.