________________
સ્વજન મેળાપ વેચી દીધી હતી. તે શું તે રાજાઓ મારે બચાવ કરશે ? ના નહિ જ. ત્યારે હવે મારે શું કરવું ? મારા સર્વ મનેર નિષ્ફળ ગયા, રાજ ગુન્હો અને રાજદ્રોહ કરનારા મને મારા કુટુંબ સહિત આ રાજા મારી નાંખશે પણ હવે એક ઉપાય છે તેનાથી મને જીવિતવ્ય મળવાની આશા છે. તે એજ કે તેમનો પુત્ર મારી પાસે છે માટે પાછા આપવા બદલ કવિતથની માગણી કરવી; એમ વિચારી સાર્યવાહે જણાવ્યું.
મહારાજા! હું આપ સર્વને મહાન અપરાધી છું, છતાં આપ જે મારા કુટુંબ સહિત મને જીવિતદાન આપવાની દયા કરે તો હું આપને પુત્ર ક્યાં છે તે બતાવી આપું.
પુત્ર જીવતે છે તેમ સાંભળી સર્વને આનંદ થયે. રાજાએ દયા લાવી તેની માગણી કબુલ રાખી એટલે સાર્થવાહે કોઈ એક ગુપ્ત સ્થળેથી, અન્ય મનુષ્ય પાસેથી પુત્ર મંગાવી આપે.
વરસાદના આગમનથી જેને મયૂર કુટુંબ આનંદ પામી નૃત્ય કરે છે તેમ પુત્રને દેખી આખું રાજકુટુંબ આનંદમાં નૃત્ય કરવા લાગ્યું
સુરપાળ રાજાએ બળસારને પૂછયું કે, આ પુત્રનું તે શું નામ રાખ્યું છે ! બાળસારે જણાવ્યું મહારાજા ! તેનું નામ બળ રાખવામાં આવ્યું છે. સુરપાળ રાજાએ પુત્રને મેળામાં લીધે એ અવસરે તે રાજાની પાસે હાથમાં