________________
આત્માને ઉપદેશ અને મોક્ષ
૪૨૫
પ્રકરણ ૬૬ મું
આત્માને ઉપદેશ અને મોક્ષ
દેહ તથા આત્માની ભિન્નતાનું જ્ઞાન આવે વખતે આજ સપષ્ટ નિર્ણિત થાય છે. આજ પરમ કસોટીનો વખત છે. કિલષ્ટકર્મ ખપાવવાનો વખત આવે જ હોય છે ઘણા વખતથી સુદઢ કરેલ જ્ઞાનને અજમાવવાનું પરમ કારણ કેઈક વખત જ મળે છે. ગોખેલા ક્ષમા કરવાના પાઠ અત્યારે જ અમલમાં મૂકવા ગ્ય છે. લાંબા વખતથી દેહદમન કરવાનો અભ્યાસ આવે અવસરે જ ઉપયોગમાં આવે છે.
પિતાની ચારે બાજુ લાકડાં ખડકાય છે ખડકનાર કોણ છે ? શા માટે ખડકે છે ? તેનું પરિણામ શું - આવશે ? અગ્નિ પણ લગાડી, લાકડાં બાળવા લાગ્યાં અને શરીર પણ બળવાની તૈયારીમાં છે. બળવા પણ લાગ્યું આ સર્વે વાત મહાબળ મુનિથી અજાણ નહોતી. ગુરૂએ આગળથી ચેતાવેલ પણ હતું કે કનકવતી છેવટને ઉપસર્ગ કરશે, પિતાનું વેર લેશે. તેમ મહાબળમુનિ પણ અત્યારે જ્ઞાન દષ્ટિએ કે ચમે દષ્ટિથી તેને નજરે જુએ છે. આમાંથી નાશી છુટવું હોય તે છુટાય તેવું છે. કનકવતીને શિક્ષા આપવી હોય તે આપવાનું સામર્થ્ય પણ પિતાનામાં છે, આ શહેરને રાજા તે પણ તેમને પુત્ર અને પરમ ભકત